રાજકોટમાં વિજય સરઘસમાં એમ્બ્યુલન્સ ફસાઈ, કાર્યકરો જીતના જશ્નમાં ભાન ભૂલ્યા

0
24
Share
Share

રાજકોટ,તા.૨૩
૨૧મી તારીખે યોજાયેલી છ મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામો ધીમેધીમે સામે આવી રહ્યા છે. શરૂઆતના વલણ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવ્યો છે. સુરત ખાતે આમ આદમી પાર્ટી પણ ખાતું ખોલાવે તો નવાઈ નહીં! આ દરમિયાન સવારે ૧૧.૧૫ વાગ્યા સુધી રાજકોટમાં વોર્ડ નંબર ૭, ૧૦, ૪, ૧૩ અને એકમાં જીત મેળવી લીધી છે. જીત સાથે જ ભાજપના વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ વિજય સરઘસ કાઢ્યા હતા.
આ દરમિયાન વોર્ડ નંબર ૧૦ અને ૧૩ના વિજય સરઘસ વચ્ચે એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી. આ અંગે સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો રસ્તા પર સરઘસ કાઢી રહ્યા છે. આ દરમિયાન એમ્બ્યુલન્સ સતત સાઇરન મારી રહી છે. સુરતઃ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પ્રથમ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ૨૧મી તારીખના રોજ ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ છે.
આજે એટલે કે ૨૩મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યા છે. સવારે ૧૧ વાગ્યાના વલણ પ્રમાણે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ૧૧ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અનેક પાટીદારોએ આ વખતે કૉંગ્રેસનો સાથ છોડીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here