રાજકોટમાં વાહનની ઉઠાંતરી કરી નાસેલી તસ્કર બેલડી ગારીયાધારથી ઝડપાઈ

0
10
Share
Share

રાજકોટ, તા.૧૬

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગારીયાઘાર ગ્રામ્‌ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પેટ્રોલીગ ફરતા ફરતા ગારીયાધાર મોટા ચારોડીયા ચોકડીએ આવેલ નવગજાપીર ની જગ્યા પાસે પંહોચતા પો.કો. શકિતસિંહ સરવૈયાનેબાતમીરાહે હકીકત મળેલ અશોક લેલન દોસ્ત ફોર વ્હીલ વાહન જેના મોરા ઉપર કાચમા રામ લખેલ છે. જેના આગળના ભાગે નંબર પ્લેટ નથી. તે ગાડી શંકાસ્પદ છે. અને તે ગાડી હાલ ગારીયાધાર થી વાયા લુવારા થઇને સાવરકુંડલા તરફ જઇ રહી છે.

તેવી બાતમી મળતા સરભંડા ગામના પાટીયા પાસે ગાડી નિકળતા વાહન ઉભુ રખાવી ગાડી ચાલક (૧) જયદીપભાઇ હમીર ભાઇ મેરૈયા જાતે-વણકર ઉવ-૨૦ રહે. હાલ- નવો ૧૫૦ રિંગ રોડ,કસ્તુરામ મંદીરની નજીક,રાજકોટ (૨) વિજય ભાઇ કાનજીભાઇ તાવૈયા જાતે કોળી ઉ.વ.૨૩ રહે-રઘુનંદન પાર્ક,બ્‌લોક નં ૧૬૦,આજીડેમ ચોકડી, રાજકોટ વાળો હોવાનુ જણાવતા મજકુર પાસે અશોક લેલન દોસ્ત વાહનના જરૂરી કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા સદરહુ ગાડીના ચેસીસ નં.ઘખઇ૧ અઅ૨૨ઊ ૩ઈછઙ૨૩૮૩૯ અને એન્જીન નંબર છઈઇં૦૨૪૧૧૪ઙ ને પોકેટ કોપ એપ્લીકેશન સર્ચ કરાવતા સદરહુ અશોક લેલન દોસ્ત ગાડી અન્ય વ્યક્તિના નામે રજીસ્ટર થયેલ હોવાનુ જાણવા મળેલ.

જેથી મજકુરે આ અશોક લેલન ગાડી ચોરી અગર ચળકપટથી મેળવેલ હોવાનુ જણાતા સદરહુ અશોક લેલન દોસ્ત ગાડીની કિ. રૂ. ૨,૫૦,૦૦૦/- ની ગણી ઈ.છ.ઙ.ઈ. કલમઃ-૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ. મજકુર આરોપી ઓની યુકિત-પ્રયુકિતથી આગવી ઢબે પુછપરછ તેણે બન્નેએ ભેગા મળી ઉપરોકત અશોક લેલન દોસ્ત ગાડી આજથી આશરે દવસ પહેલા રાજકોટમા રૈયા ચોકડી ઓવરબ્રિજની નિચેથી ચોરી કરેલાની કબુલાત કરેલ.જે રેકર્ડ પર ખાતરી કરતા રાજકોટ શહેર ગાંધીગ્રામ પોસ્ટે. ફસ્ટર્ ગુ.ર.નં.૧૮૦૪/૨૦૨૦ આઇ.પી.સી.કલક ૩૭૯ મુજબનો ગુન્હો રજી.થયેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here