રાજકોટમાં વડાપ્રધાનનાં જન્મદિને મોદી સંકલ્પો અમલીકરણ યજ્ઞનો ૧૭મીએ પોલીસ કમિશ્નરનાં હસ્તે પ્રારંભ થશે

0
11
Share
Share

રાજકોટ, તા.૧૫

આગામી તા.૧૭, સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૭૦ મો જન્મદિવસ મોદી સંકલ્પો અમલીકરણ-સ્વાયત-સ્વનિર્ભર ભારત – સ્વચ્છ ભારત – તમાકુ મુક્ત ભારતના સર્વાંગી અમલીકરણ માટે આમ જનતાને જાગૃત કરી આહવાન યજ્ઞમાં જોડાવવાનો લેખીત સોંગદનામા લેવાશે અને કોરોના યુઘ્ધમાં માનવજીંદગી બચાવવા ટેસ્ટ ઈઝ બેસ્ટ – છ ગંજ દુરી ફરજીયાત માસ્ક જીંદગી બચાવ દોરી સલામતી માટે ઘર સલામત સૌનો સાથ સૌનો વિકાસના સુત્રો શહેરની આમ જનતાના હૈયા સ્થાપીત કરવાના ઉમદા હેતુથી આગામી તા.૧૭/૯ ના વ્હેલી સવારના ૬.૩૦ કલાકથી રેસકોર્ષ રીંગ રોડ, મેયરના બંગલા સામે, રાજકોટ મુકામે-મોદીજી લાંબુ જીવો-લોકો માટે જીવો-દેશને આબાદ કરવા જીવો પ્રસંગની ઉજવણી માટે રાજકોટની માતબર સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કોરોના સલામતીના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવનાર છે.

કાર્યક્રમના પ્રયોજકો શ્રીમતિ રમાબેન માવાણી (માજી સાંસદ) મો.૭૦૧૬૧ ૩૧૮૭૨, રામજીભાઈ માવાણી (માજી સાંસદ) મો.૯૪૨૬૨ ૦૧૬૧૧/૭૦૧૬૧ ૩૧૮૭૩, મનોજભાઈ પટેલ (કુમકુમ ગ્રુપ) મો.૯૮૨૫૦ ૧૧૮૮૩, શ્રીમતિ દિપાબેન કોરાટ (પ્રમુખ, જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળ) મો.૯૮૯૮૩ ૯૮૦૩૫, મનોજભાઈ કોટડીયા (એડવોકેટ) મો.૮૨૦૦૨ ૮૧૭૧૭, દિલીપકુમાર જૈના મો.૮૨૦૦૮ ૬૬૧૦૫, સાજીદભાઈ ખેતાણી મો.૯૩૭૬૩ ૮૦૮૮૮ દ્વારા આમ જનતાને આ કાર્યક્રમમાં સહયોગી બનવા અપીલ કરવામાં આવે છે.

કાર્યક્રમ સ્થળે આમ જનતાને તુલસીના રોપા-ચકલીના માળા-કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે અને ૯૫-માસ્ક માત્ર રૂા.૩૦/- ની કિંમતે વેંચાણ કરવામાં આવશે તથા માસ લેવા માટેના મશીન રાહત દરે વેંચાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જોડાવા સહયોગી થવા અને લોકોને વિતરણ માટે વસ્તુઓ મુકવા માંગતા નાગરીકોને ઉપર જણાવેલ મોબાઈલ નંબરો ઉપર સંર્ક કરવા અપીલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here