રાજકોટમાં લોકડાઉન દરમ્યાન જીવદયાની અનેકવિધ સેવા પ્રવૃત્તિ કરનાર દિલીપ ડાભી

0
17
Share
Share

રાજકોટ, તા. ૨૬

રાજકોટ શહેરમાં ‘સૂર્ય દિપ’, ગોકુલનગર-૧, નિલકંઠ સીનેમા પાછળ રહેતા દિલીપભાઈ કાનજીભાઈ ડાભી (મો. નં. ૯૪૨૭૨ ૬૮૨૫૯) જીવદયા તથા મુંગા પશુ-પક્ષીઓની સેવા વૃત્તિ કરી પ્રેરણાત્મક જીવન જીવી બીજા લોકો માટે આદર્શરૂપ પ્રેરણા આપી રહેલ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન દરમ્યાન મુંગા પ્રાણી-પશુઓની સેવા કરવા દેશ વ્યાપી સંદેશો આપેલ. જેમાંથી પ્રેરણા લઈ દિલીપભાઈએ વડાપ્રધાન રાહત ફંડમાંથી પીએમ કેરમાં રૂા. ૧૧,૧૧૧ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં એક હજાર પુરાનું યોગદાન આપેલ તેમજ શહેરની અંદર તેમજ ભાગોળે આવેલ જુદીજુદી ગૌશાળાઓમાં લીલા તથા સુકુ ઘાસ ૫૫૦૦ મણ તેમજ દરરોજ ૮૦ થી ૧૦૦ જેટલા કૂતરાઓનું રોટલા ખવડાવવામાં આવતા આવી રીતે પશુ-પ્રાણીઓની સેવાકીય પ્રવૃત્તિ પાછળ રૂા. ત્રણ લાખથી વધારે રકમ દિલીપભાઈએ પોતાની અંગત બચતમાંથી ખર્ચ કરી એક આદર્શ પ્રેરણાત્મક પ્રવૃત્તિ કરી આદર્શ ઉદાહરણ પૂરું પાડેલ છે. શહેર ભાજપના અગ્રણીઓએ પણ આ સેવા કાર્યને આવકારેલ છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here