રાજકોટમાં રોડ પર પતંગ ચગાવતા ત્રણને પોલીસે ઝડપી પાડ્યા

0
25
Share
Share

રાજકોટ,તા.૧૧

કોરોનાના કારણે ઉત્તરાયણને લઈને કડક નિયમો સરકારે બનાવી દીધા છે, બીજી બાજુ મકરસંક્રાંતિ પર્વ પર રસ્તા વચ્ચે દોડતા લોકોના કારણે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રસ્તાઓ પર પતંગ ચગાવવી અને પતંગ લૂંટવા દોડાદોડી કરવા પર જાહેરનામું પ્રસિદ્ધ કરી પોલીસ તંત્રે પ્રતિબંધ લગાડ્યો છે. તેમ છતાં કેટલાક લોકો જાહેરનામાની અવગણના કરી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકારે પોલીસ વિભાગના કડક શબ્દોમાં સૂચના આપી દીધી છે. મકરસંક્રાંતિ પર્વને ધ્યાને રાખી પ્રસિદ્ધ કરેલા જાહેરનામાનો કડકપણે અમલ કરાવવા પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે.

રાજકોટમાં રસ્તા પર પતંગ ઉડાવતા લોકો પર આજે પોલીસે ગાજ પાડી છે. રાજકોટમાં રોડ પર પતંગ ચગાવતા ત્રણ લોકોને ઝડપી લીધા છે. આ ત્રણેય લોકો વિરુદ્ધ રાજકોટમાં અલગ અલગ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ માહિતી મળી રહી છે કે ગાંધીગ્રામ અને પ્રદ્યુમનનગર પોલીસે મોટી કાર્યવાહી કરી છે.

ઉત્તરાયણમાં રસ્તા પર પતંગ ઉડાવનાર લોકો ચેતી જજો. રાજકોટમાં રસ્તા પર પતંગ ઉડાવતા યુવકો સામે ફરિયાદ નોંધાઇ છે. રાજકોટ જુદા જુદા ૩ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ગાંધીગ્રામ ૨ પોલીસ દ્વારા ધરમનગર રોડ પર પતંગ ઉડાડતા યુવક સામે કાર્યવાહી કરવામાં આવી છે જેનું નામ વિજય ડાભી છે. જ્યારે પ્રદ્યુમનનગર પોલીસ મથક દ્વારા સેન્ટલ જેલ પાછળ જાહેરમાં પતંગ ઉડાડતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, તેનું નામ સાવન સાથળિયા છે. અને ગાંધીગ્રામ પોલીસ દ્વારા એરપોર્ટ પર જાહેરમાં પતંગ ઉડાડતા યુવક સામે કાર્યવાહી કરવામાં આવી છે તેનું નામ પ્રકાશ ગઢાધરા છે. ત્રણેય લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી પોલીસે કાર્યવાહી કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here