રાજકોટમાં રેશનીંગના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

0
22
Share
Share

૨૩૫૦ કીલો ચોખા  અને  બોલેરો મળી રૂ.૨ લાખનો મુદામાલ કબ્જે કરતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ તા. ર૧

શહેરના આજી જીઆઇડીસી મેઇન રોડ પાસેથી ક્રાઇમ બ્રાંચે બોલેરો પીકઅપ વાનમાંથી બારોબાર પગ કરી જતા રેશનીંગના ચોખાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી ચોખા અને બોલેરો મળી રુ.ર લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વીગત મુજબ શહેરમાં સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબોને અપાતુ રાશન કાર્ડનું કાળાબજાર થતુ હોવાની પોલીસ કમિશ્નરને મળેલી માહીતીના આધારે ક્રાઇમ બ્રાંચ દ્વારા આજી જીઆઇડીસી મેઇન રોડ પાસે પેટ્રોલીંગમાં હતા ત્યારે જીજે ૩ બીવી ૪૧૪૭  નંબરની  બોલેરો પીકઅપ વાન ને અટકાવી તલાશી લેતા તેમાં શંકાસ્પદ ચોખાના જથ્થાની  ભોમેશ્વર વાડીમાં રહેતા અને બોલેરોના ચાલક રવી જવા ધોળકીયા ની પ્રાથમીક પુછપરછમાં  તેઓ દીનેશ  નામના વ્યકિતની બોલેરો પીકઅપ વાન ચલાવતા હોવાનું અને આ ચોખાનો જથ્થો  દીનેસે  હાથીખાના પાસે આવેલી બદરુદીન વીરાણીના પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર ખાતેથી  બાચકા બદલાવી ચોખા ભરી આપેલ  હતા. આ પકડાયેલ જથ્થો ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે રવીભાઇને પહોંચાડવાનો દીનેશે ચાલક રવીને કહીયાનું   બહાર આવ્યુ છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં આ ચોખાનો જથ્થો રેશનકાર્ડ ધારકોને વીતરણ કરવાને બદલે સસ્તા અનાજના વેપારી દ્વારા પોતાના આર્થીક લાભ માટે બારોબાર વહેચાણ કર્યાનુંું બહાર આવતા ગુનો નોંધી પોલીસે જીલ્લા પુરવઠા અધીકારીને  જાણ  કરતા તેઓએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here