સ્થાનિક ઉદ્યોગસાહસિકોને ઉત્પાદનમાં રેલવેના ભાગીદાર બનાવવાની ઝુંબેશ
રાજકોટ તા.૯
રેલ્વે પ્રદર્શનમાં મેનેજર તથા અધિકારીઓ અને પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સ્થાનિક ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો, જેમને આરડીએસઓ અને સીએલડબ્લ્યુના મહત્વપૂર્ણ સાધનો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને એક ડેમો પણ વિગતવાર બતાવવામાં આવ્યો હતો. છયલશતિંફિશિંજ્ઞક્ષ નલાઇન નોંધણીની પ્રક્રિયા વિશે ઉદ્યમીઓને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપકરણોને સ્થાનિક ઉદ્યોગ સાહસિકો દ્વારા ઉત્પાદિત કરવા માટે વિશેષ ડ્રાઇવ શરુ કરવામાં આવી રહી છે. ડીઆરએમએ રાજકોટના સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને શ્રી ફૂંકવાલા આત્મનિર્ભાર ભારત અભિયાન અંતર્ગત રેલવેના કોચિંગ, વેગન, સિગ્નલિંગ, ટેલિકમ્યુનિકેશંસ અને ટ્રેક સંબંધિત સામગ્રી અને માલના ઉત્પાદનમાં ભાગ લેવા અપીલ કરી હતી. આ પ્રદર્શન રાજકોટ વિભાગના મટિરીયલ્સ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ૦૯ જાન્યુઆરીથી ૨૩ જાન્યુઆરી ૨૦૨૧ સુધી ૧૫ દિવસ માટે રાખવામાં આવ્યું છે.પ્રદર્શનના ઉદૃઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપકરણોના નિર્માણ માટે રેલ્વેના ભાગીદાર બનવામાં તેમની રુચિ દર્શાવી હતી. આ પ્રસંગે ઉદ્યમીઓ ઉપરાંત વધારાના વિભાગીય રેલ્વે મેનેજર ગોવિંદપ્રસાદ સૈની, વરિષ્ઠ વિભાગીય વાણિજ્ય વ્યવસ્થાપક અભિનવ જેફ, વરિષ્ઠ વિભાગીય મટિરીયલ મેનેજર અમીર યાદવ અને વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.