રાજકોટમાં રસ્તા વચ્ચે કાર ઉભી રાખી વીડિયો બનાવનાર બે યુવાનોએ માંગી માફી

0
30
Share
Share

રાજકોટ,તા.૧

રાજકોટના કાલાવડ રોડ પર રસ્તાની વચ્ચોવચ કાર ઊભી રાખી ગીતનું શૂટિંગ કરતો વીડિયો વાઇરલ થતાં પોલીસે બે શખ્સને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. અઢી વર્ષ પહેલા આ વીડિયો બનાવ્યાનું ખુલ્યું હતું. બંને યુવાને વીડિયો મારફત જાહેર જનતાની માફી માગતો વીડિયો પણ બનાવ્યો છે. વીડિયોમાં બંને યુવાન કહી રહ્યાં છે કે, અમે યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યાં છીએ. અઢી વર્ષ પહેલા કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ આગળ રસ્તા વચ્ચે કાર ઉભી રાખી ટ્રાફિકને અડચણરૂપ બની વીડિયો બનાવ્યો હતો.

હવે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરીએ અને જાહેર જનતાની માફી માગીએ છીએ. કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ સામે રાત્રીના સમયે સતત વાહનોની આવનજાવન થઇ રહી હતી ત્યારે એક કાર રસ્તા પર વચ્ચોવચ આડી રાખી બે યુવક નીચે ઉતરી ?રાજકોટ કા રાજા? નામનું ગીત ગાવા લાગે છે. બંને શખ્સ ગીતના શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે ટ્રાફિકજામ પણ થઇ ગયાના દૃશ્યો જોવા મળતા હતા, આ વીડિયો વાઇરલ થતાં ક્રાઇમ બ્રાંચની ટીમે કાલાવડ રોડ પરની પારિજાત સોસાયટીના બલરાજસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.૨૧) અને પ્રહલાદ પ્લોટના ભાવિન જિગ્નેશ ફિચડિયા (ઉ.વ.૨૨)ને ઝડપી લીધા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here