રાજકોટમાં રપમીએ કતલખાના બંધ રાખવા મ્યુ. કમિશ્નરનો હુકમ

0
16
Share
Share

રાજકોટ તા. ૧૯

પ્રખર જીવદયા પ્રેમી અને અનેક માનવીના જીવનમાં રોશની કરનાર સાધુવાસવાણીના માનમાં તા.૨૫ નવેમ્બર મીટ લેસ ડે તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આ પવિત્ર દિવસે શહેરના તમામ કતલખાનાઓ અને વેચાણ બંધ રાખવામાં આવે તેવો હુકમ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. આગામી તા.૨૫/૧૧ના રોજ સાધુ વાસવાણી મીટ લેસ ડે નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા, તેમજ માંસ,મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવામાં પણ પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી.જી.પી.એમ.સી.એકટ-૧૯૪૯ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here