રાજકોટમાં યુવાનનાં અપહરણ પ્રકરણમાં પરિણીતાની પજવણીની વળતી ફરિયાદ

0
20
Share
Share

રાજકોટ તા. ર૦

શહેરના રઘુવીર પાર્ક મેઇન રોડ પારૂલ બગીચા સામે રહેતા ભાવિન ગોવિંદભાઇ રામાણી નામના પટેલ યુવકનું બુધવારના પેલેસ રોડ પરથી કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. જે અપહરણ પ્રકરણમાં પોલીસે તાકીદે તપાસ હાથ ધરી આરોપી જીજ્ઞેશ લીંબાસીયા, કલ્પેશ આસોદરીયા અને જયદીપ ઉધાડને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં પટેલ યુવાનને આરોપી જીજ્ઞેશની પત્ની જે યુવાનની પિતરાઇ બહેન થતી હોય તેની સાથે ફોનમાં વાતચીત કરવા બાબતે આ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું.

બીજી તરફ આ મામલે ભાવિન રામાણી સામે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં છેડતીની ફરીયાદ નોંધાવી છે. જેમાં તેણીએ જણાવ્યું છે કે છએક માસ પૂર્વે ઇન્સ્ટાગ્રામમાં ભાવિન સાથે સંપર્ક થયો હતો. ભાવિન પરિણીતાના કૌટુંબિક મામાનો દિકરો હોય, બંને મેસેજમાં વાતચીત કરતા હતા થોડા સમય બાદ ભાવિનનું વર્તન યોગ્ય ન લાગતા અને તે કયારેક પરિણીતાની પાછળ આવી તેનો પીછો કરતો હોય જેથી પરિણીતાએ તેનો નંબર બ્લોક લીસ્ટમાં મુકી દીધો હતો અને પતિ જીજ્ઞેશને પણ આ બાબતે વાત કરી હતી. જેથી પતિએ કહ્યું હતું કે આપણે અંદરોઅંદર સગામાં થતા હોય સાથે મળી ભાવિનને સમજાવી દેશું. બાદમાં ભાવિને અલગ અલગ નંબરમાંથી ફોન કરી તું મને કેમ બ્લોક કરી નાંખે છે. તારે મારી સાથે વાત કરવી જ પડશે, મારા નંબર બ્લોકમાંથી કાઢ નહીંતર મજા નહીં આવે તેમ કહી ધમકીઓ આપતા અંતે પરિણીતએ આ ફરીયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આરોપી ભાવિન સામે આઇપીસીની કલમ ૩પ૪(ડી), પ૦૪, પ૦૬ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here