રાજકોટમાં યુવતિનાં મામલે જવલનશીલ પ્રવાહીનો એટેક કરનાર મોરબીનો શખ્સ ઝડપાયો

0
26
Share
Share

સગાઈની વાતચીત ચાલતી યુવતિ સાથે સંબંધ ન રાખવા ધમકી આપતા બે કિશોરની મદદથી આચર્યુ કૃત્ય

રાજકોટ, તા.૨૪

શહેરના આજીડેમ ચોકડી પાસે ત્રણ દિવસ પૂર્વે રીક્ષા ચાલક અને તેના મીત્ર ઉપર જવલનશીલ પ્રવાહીથી એટેક કરનાર મોરબીનો શખ્સ અને બે કિશોરની અટકાયત કરી પ્રાથમીક તપાસમાં યુવતિ સાથે સગાઈની વાતચીત ચાલતી હોય અને તેની સાથે સંબંધ ન રાખવા માટે રીક્ષા ચાલક દ્વારા ધમકી અપાતા આ કૃત્ય આચર્યાની કબુલાત આપી છે.

વધુ વિગત મુજબ શહેરના રસુલપરા મસ્જિદની બાજુમાં રહેતા મહંમદ ઉર્ફે અબલી ગુલમહંમદ પલેજા નામના રીક્ષા ચાલક અને તેના મીત્ર પર રીક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ત્રણ અજાણ્યા શખ્સોએ આજીડેમ નજીક માંડાડુંગર પાસે જવલનશીલ પ્રવાહીથી એટેક કર્યાની આજીડેમ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

આ બનાવની આજીડેમ પોલીસ મથકના પી.આઈ. વી.જે.ચાવડા સહિતના સ્ટાફ દ્વારા મોબાઈલ લોકેશનના આધારે આ ગુનામાં મોરબી રેલ્વે સ્ટેશન પાછળ ખડીયા વિસ્તારમાં રહેતો નઈમ નુરમહંમદ ચાનીયા નામનો શખ્સ હોવાનુ ખુલતા પોલીસે નઈમ ચાનીયાની અટકાયત કરી તેની સાથે સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં રહેતા બે કિશોર સહિત ત્રણેયની ધરપકડ કરી પ્રાથમીક તપાસમાં નઈમ ચાનીયાની રસુલપરા વિસ્તારમાં રહેતી યુવતિ સાથે સગાઇની વાતચીત ચાલતી હોય તે યુવતિ સાથે સંબંધ ન રાખવા મહંમદ ઉર્ફે અબલી નઈમ ચાનીયાને ધમકી આપતો હોવાથી તેના બે મીત્રોની મદદથી કલર સાફ કરવાના કેમીકલનો ઉપયોગ કર્યાનુ તેમજ પોતે કલરકામ કરતો હોવાનુ જણાવ્યું હતુ. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here