રાજકોટમાં મુખ્યમંત્રીનાં જન્મદિને રક્તદાન કેમ્પ યોજાયો

0
21
Share
Share

રાજકોટ, તા.૨

હાલની પરિસ્થિતિમાં થેલેસેમિયા, ડાયાબીટીસ તથા ગાયનેકના દદર્ીઓને લોહીની જરૂરીયાત પુરી પાડવા તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૪ માં જન્મદિન નિમિતે રક્તદાન કેમ્પનુ આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-રાજકોટ મહાનગર પ્રાથમીક શિક્ષક મંડળ-રાજકોટ તથા સર લાખાજીરાજ પ્રા.શિ.ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.રાજકોટ દ્વારા કરવામાં આવેલ.

રક્તદાન કેમ્પમાં દીપ પ્રાગટ્ય મ્યુ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના હસ્તે કરવામાં આવેલ સાથે શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વાઈસ ચેરમેન ભારતીબેન રાવલ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સદસ્ય મુકેશભાઈ મહેતા, કિરણબેન માકડીયા, ડો.ગૌરીબેન ધ્રુવ, ભાવેશભાઈ દેશરીયા તેમજ ધીરજભાઈ મુંગરા ઉપસ્થિત રહેલ રકતદાતા, શિક્ષક ભાઈ-બહેનોને માસ્ક, ચા-નાસ્તો, પ્રમાણપત્ર અને ગીફટ આપી મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવેલ. આ તકે ૬૪ દિવ્યાંગ બાળકોને પણ ગીફટ આપવામાં આવેલ છે.

રક્તદાન કેમ્પમાં રાજકોટ મહાનગર પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ એસ.સદાદિયા, મહામંત્રી પિયુષભાઈ ભુવા, સર લાખાજીરાજ પ્રા.શિ.ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ અશોકભાઈ ચાવડીયા, યુ.આર.સી.કો.ઓડર્ી. દિપકભાઈ એમ.સાગઠીયા, ભીખુભાઈ દેશાણી, સીઆરસી કો.ઓડર્ીનેટર તેમજ શિક્ષક દ્વારા સુચારૂ વ્યવસ્થા કરવામાં આવેલ. કેમ્પમાં ૬૪ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવેલ. સહભાગી તમામને નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ-રાજકોટ, મહાનગર પ્રાથમીક શિક્ષક મંડળ-રાજકોટ તથા સર લાખાજીરાજ પ્રા.શિ.ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.રાજકોટ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here