રાજકોટમાં મનપા દ્વારા ૩૬ કોરોના ટેસ્ટીંગ વ્હીકલ્સનો પ્રારંભ કરાવતા અધિકારીઓ-પદાધિકારીઓ

0
27
Share
Share

રાજકોટ તા.૩

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં કોરોના રોગના સર્વેલન્સી નિદાન તથા સમયસર સારવાર અને અટકાયતી પગલાના ભાગરુપે ૫૦ થી વધુ ધનવંતરી રથ, સંજીવની રથ શરુ કરેલ. ત્યારબાદ થોડા સમય પહેલા જ ૧૦૪ સેવા રથનો નવો અભિગમ ચાલુ કરેલ છે.

આજરોજ તા.૦૩-૦૯-૨૦૨૦ના રોજ દરેક વોર્ડમાં બે વ્હીકલ મુજબ કુલ ૩૬ કોવીડ-૧૯ ટેસ્ટીંગ વહીક્લને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજ્યના નાણા વિભાગના સચિવ મિલિન્દ તોરવણે, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિગેરે દ્વારા ફ્લેગ આપી એન્ટીજન વાહન ટેસ્ટીંગનો શુભારંભ કરાયો. ડે.કમિશનર પ્રજાપતિ, ડો.પી.પી. રાઠોડ તથા આરોગ્યનો સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. સર્વેલન્સમાં ટીમ દ્વારા એ/પી માકર્ીંગ કરેલ હોય ત્યાં એન્ટીજન ટેસ્ટીંગ માટેનો વિકલ્પ દ્વારા ટેસ્ટીંગની કાર્યવાહી કરવામાં આવશે. આ વિકલ્પમાં પી.પી.ઈ. તથા એન્ટીજન કીટની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here