રાજકોટમાં ભાજપની ૧૮ માંથી ૧૭ વોર્ડમાં જીતથી વિજય સરઘસ યોજી ઉજવણી કરી

0
25
Share
Share

રાજકોટ,તા.૨૩

રાજકોટમાં આજે સવારે ૯ કલાકથી શરુ થયેલી મનપાની ચૂંટણીની મતગણતરીમાં કુલ ૧૭ વોર્ડમાં ભાજપની પેનલ જંગી બહુમતીથી ચૂંટાઈ છે. ’ જીત ગયા ભાઈ, જીત ગયા,ભાજપ વાલા, જીત ગયા’ ના સુત્રોચાર સાથે કાયર્કરોએ ફટાકડતાં ફોડયા અને જીતેલા ઉમેદવારોએ વિજયસરઘર કાઢી પોતાની જીતની ઉજવણી કરી હતી, એ વખતે વિજય સરઘસમાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી.રાજકોટ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ફરી કંગાળ સાબિત થયો છે, સમગ્ર વિજયસરઘર દરમિયાન ઉમેદવારો-આગેવાનો અને કાર્યકરોએ કોરોનાની ગાઈડ લાઇન્સને અવગણીને માસ્ક તથા સોશીયલ ડિસ્ટન્સનો છડેચોક ભંગ કર્યો હતો.

જે સ્પષ્ટ પણે દર્શાવે છે કે નિયમ અને દંડ માત્ર પ્રજા માટે પક્ષ માટે નહીં. તેવા સવાલો ઉઠી રહ્યા છે. જકોટમાં વોર્ડ નં-૭માં નેહલ શુકલનો જંગી બહુમતીથી વિજય થતા કશ્યપ શુકલની આંખોમાં હર્ષાશ્રુ છલકી પડ્યા હતા, ઉપરાંત ભાજપના ઉમેદવાર દેવાંગ માંકડ પણ રડી પડયા હતા. તેમણે તુરંત પોતાના માતુશ્રીના ટેલિફોનિક આશીર્વાદ પણ લીધા હતા. એ દરમિયાન વૉર્ડ નં.૭માં જંગી બહુમતી મેળવ્યા બદલ સીએમ વિજય રૂપાણીએ કશ્યપ શુક્લને જીત બદલ ટેલિફોનિક શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા.

આ સાથે જ શહેરના વોર્ડ નંબર ૧૦ની મત ગણતરી પણ ૧૦.૩૦ કલાક સુધીમાં પૂર્ણ થઈ હતી અને અહીં પણ ભાજપની પેનલ જંગી બહુમતીથી વિજેતા બની હતી. જકોટમાં અનુક્રમે ૧૭ વોર્ડમાં ભાજપના ઉમેદવારોની જીત થતા તુરંત વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓએ વિજય સરઘસ કાઢ્યું હતું, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું. એ દરમિયાન નગરજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. વિજય સરઘસ દરમિયાન કશ્યપ શુક્લએ ભાજપનો ઝાંડો ફરકાવીને લોકોને ટ્રાફિક દૂર કરવા કહ્યું હતું. આ ઉપરાંત એક એમ્બ્યુલન્સ પણ આ વિજય સરઘસને કારણે ફસાઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here