રાજકોટમાં બે ચોરાઉ બાઇક સાથે બેલડી ઝડપાઇ, પુછપરછમાં વધુ ત્રણ ચોરી કબુલી

0
22
Share
Share

રાજકોટ તા. ર૮

શહેરમાં વાહનચોરીના ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે ડીસીબી પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ વી રબારી અને તેની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન પ્રતાપસિંહ ઝાલા, એભલભાઈ બરાલીયા અને પુષ્પરાજસિંહ જાડેજાને મળેલી હકીકત આધારે એએસઆઇ જયેન્દ્રસિહ પરમાર, દિગ્વિજયસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, જગદીશભાઈ મેવાડા અને સોકતભાઈ ખોરમને સાથે  રાખીને ગોંડલ ચોકડી હોટલ ક્રિષ્ના પાર્ક ખાતેથી ગીર સોમનાથના તાલાલાની કર્મજયોત સોસાયટીના તુષાર રજનીકાંતભાઈ સોનીમાર જાતે કુંભાર અને ગીરસોમનાથના તાલાલાનાં રેલવે સ્ટેશન પાસે ગુપ્તેશ્વર મંદિરની બાજુમાં રહેતા જીલુ ઉર્ફે રઘુ દિલુભાઈ ગીડાને ૬૦ હજારના બે ચોરાઉ બાઈક સાથે દબોચી લીધા હતા તપાસ દરમિયાન બેલડીએ ૧૨ દિવસ પૂર્વે મેંદરડામાંથી એક બાઈક, પખવાડિયા પૂર્વે ઉનાના ખાપટ ગામેથી એક બાઈક, તે જ દિવસે વધુ એક બાઈક ચોરી કર્યું હતું પરંતુ તેમાં પેટ્રોલ ખાલી થઇ જતા ખોડિયાર મંદિર પાસે મૂકી દીધું હતું તેમજ ૨૦ દિવસ પહેલા તાલાળા શંકર ટેકરી પાસેથી એક બાઈક ચોર્યું હતુ તેમાં પણ પેટ્રોલ ખાલી થઇ જતા ઘુસીયા ગામ પાસે મૂકી દીધું હતુંતેમજ ૨૨ દિવસ પહેલા આકોલવાડી ખાતેથી એક બાઈક ઉપાડ્યું હતું તેમાં પણ પેટ્રોલ ખાઈ થઇ જતા ઘુસીયા ગામે ખાણ પાસે મૂકી દીધાની કબૂલાત આપી હતી આ બંને બાઈક મોજશોખ માટે રાજકોટ વેચવા આવતા હતા અને પોલીસે દબોચી લીધા હતા ચાવીવાળા પાર્ક કરેલા બાઈક અથવા ચાવી વગર ચાલુ થઇ જતા બાઈકની રેકી કરી ઉઠાવી લેતા હતા

સરધાર ગામે ઝેર પી ખેડૂત પ્રૌઢનો આપઘાત

રાજકોટ તાલુકાના સરધાર ગામે રહેતા અને ખેતીકામ કરતા જગદીશભાઈ ગોરધનભાઈ બુડાસણા નામના પટેલ આધેડે સવારે ઘરે કપાસમાં  છાંટવાની ઝેરી દવા પી લેતા રાજકોટ હોસ્પિટલે ખસેડતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો. તેમને સંતાનમાં ૧ દિકરો, ૨ દિકરી હોવાનું  જાણવા મળ્યુ છે. આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here