રાજકોટ,તા.૨૫
શહેરમાં આવેલી એક બિલ્ડિંગના ૧૨માં માળેથી કૂદીને યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ધ સ્પાયર નામની બિલ્ડીંગ પરથી કૂદકો મારી યુવાને આપઘાત કરી લીધો છે. બિલ્ડીંગ પરથી કૂદકો મારતા સમયના લાઈવ દ્રષ્યો સામે આવ્યા છે. ૧૦૮ અને રાજકોટ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે, યુવક ઉપરના માળેથી સીડી ઉતરીને આવે છે અને સામે ૧૨માં માળની ગેલેરીની સેફ્ટી વોલ પર ચડી જાય છે અને પછી ત્યાંથી ઝંપલાવી દે છે. યુવકનું ૧૨માં માળેથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત થયું છે. જોકે, આ યુવક કોણ છે અને તેણે કેમ આપઘાત કર્યો તે હજુ જાણી શકાયું નથી.