રાજકોટમાં બાંધકામ સાઇટ, ઇન્ડસ્ટ્રીઝ સહિત ૧૦૪ સ્થળ પરથી મચ્છરના બ્રિડીંગ મળતા નોટિસ ફટકારી

0
26
Share
Share

રાજકોટ,તા.૦૪

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન બાંધકામ સાઈટ, ઈન્ડસ્ટ્રીઝ, રેસ્ટોરન્ટ સહિત ૨૩૧ પ્રિમાઈસીસમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૪ સ્થળ પર મચ્છરનાં બ્રિડીંગ મળી આવતા તમામને દંડ ફટકારી નોટિસ ફટકારવામાં આવી છે.

તંત્રએ ૩૧ હજારનો દંડ વસૂલ કર્યો છે. બાંધકામ સાઇટ પર લિફ્ટનાં ખાડા, સેલરમાં વરસાદી પાણી એકત્ર થયેલું જોવા મળ્યું હતું. આ પાણીમાં ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છરનાં પોરા જોવા મળ્યા હતા. વરસાદ બાદ ઠેર-ઠેર ખાડા-ખાબોચિયાંમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ રોગ ફેલાતો અટકાવવા કાર્યવાહી હાથ ધરી છે. શહેરના રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો,

વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણાશે. જેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય. આ અઠવાડિયા દરમિયાન બાંધકામ, ઇન્ડસ્ટ્રીઝ, રેસ્ટોરન્ટ સહિતની પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્૫તિ સબબ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here