રાજકોટમાં પિતાએ સ્કૂલે જવાનું કહેતા ધો-૧૦ના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

0
27
Share
Share

રાજકોટ,તા.૧

રાજકોટમાં ગવલીવાડનાં કોલેજવાડી-૨માં રહેતો અને ધો.૧૦માં અભ્યાસ કરતો તરૂણ પોતાના ઘરે એકલો હતો. ત્યારે રૂમ બંધ કરી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. ગઇકાલે તરુણને તેના પિતાએ સ્કૂલે જવાનું કહ્યુ હતું. ત્યારબાદ પરીવારજનો પ્રસંગમાં ગયા અને પાછળથી પગલું ભરી લીધું હતું. આપઘાતનાં કારણથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કોલેજવાડી-૨ માં રહેતો આદીત્ય શનીભાઇ રાઠોડ (ઉં.વ.૧૫) નામના તરુણે પોતાના ઘરે સાંજના સમયે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. આદિત્ય બહેનનો એકનો એક ભાઇ હતો અને બહેનથી નાનો હતો. તેના પિતા એલઆઈસીમાં કામ કરતા હતા. પોતે ધો.૧૦માં હોય પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.

સાંજના સમયે પાડોશી તેના ઘરમાં ધુપદીપ કરતા હતા. ત્યારે આદીત્યનાં પગ લટકતી હાલતમાં જોવા મળતા તુરંત જ તેમના પિતાને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને આદીત્યને ઉતારીને સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આદિત્યનાં મોતથી પરીવારમાં અરેરાટી મચી ગઇ છે. તરૂણને હોસ્પિટલે લાવનાર સંજયભાઇનાં જણાવ્યા મુજબ હજુ ગઇકાલે જ તેમના પિતાએ આદીત્યને કહ્યું હતું કે તારે કાલે સ્કૂલે જવાનું છે અને સાંજે પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here