રાજકોટમાં પાનના ધંધાર્થી ગાંજા સાથે ધરપકડ

0
27
Share
Share

રાજકોટ તા. ૧૯

રાજકોટ શહેર એસઓજીએ ૬૪૦ ગ્રામ ગાંજા સાથે એક બાઇક ચાલકને દબોચી લીધો હતો. રૂ.૬૪૦૦ની કિંમતનો ગાંજો અને રૂ.૩૦ હજારની કિંમતની બાઇક મળી રૂ.૩૬૪૦૦નો મુદામાલ કબ્જે કરાયો છે. કોઠારીયાથી ખોખડદળ જવાના રોડ ઉપર બીએસએનએલની ઓફીસ પાસે વાહન ચેકીંગની કામગીરીમાં ત્યાંથી જીજે ૦૭ એઇ ૧૧૪૧ નંબરના બાઇક પર નીકળેલા નાશીર તૈયબભાઇ મડમ (ઉ.વ. ૩૦ કોઠારીયા સોલવન્ટ નુરાનીપરા શેરી નં ૭ ) ની જડતી લેતા ૬૪૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આરોપી પાન ફાકીની દુકાન ચલાવે છે. ગાંજો વેચવા માટે લાવ્યો હતો કે પીવા માટે ? કોની પાસેથી ગાંજો મેળવ્યો વગેરે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીને હાલ હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરાઇ છે.

જેતપુરમાં શિક્ષકની વાડીમાંથી જુગારધામ પકડાયું : ર.ર૯ લાખનો મુદામાલ કબ્જે

જેતપુરના પેઢલા ગામની સીમમાં આવેલી શિક્ષકની વાડીએ જુગાર કલબ ચાલતી હોવાની બાતમીને આધારે જુગાર રમતા છ શખ્સોને રોકડ, ત્રણ બાઇક અને સાત મોબાઇલ સહીત રૂ.ર.ર૯ લાખના મુદામાલ સાથે દબોચી લીધા છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુરના પેઢલા ગામે સીમમાં આવેલી વાડીએ જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબીના પીઆઇ એ.આર. ગોહીલ,  સહીતના સ્ટાફે દરોડો પાડી વાડી માલીક દીનેશ ધનજીભાઇ વાલાણી (શિક્ષક), જયેશ વસંતભાઇ જયસ્વાલ, ભરત કેશુભાઇ માલવીયા, હરીભાઇ અજીભાઇ ધામી,અતુલ મનુભાઇ કોઠારી અને કીરીટભાઇ હંસરાજભાઇ મોવલીયાને રોકડા રૂ.૧,ર૩,૪૦૦, સાત મોબાઇલ રૂ.ર૬ હજાર, ત્રણ બાઇક રૂ.૮૦ હજાર મળી કુલ રૂ.ર,ર૯,૪૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here