બેરોજગાર સાળા સાથે થયેલી માથાકુટમાં છરીના ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
રાજકોટ, તા.૨૧
શહેરના મોરબી રોડ પર ૨૫ વારીયા કવાર્ટરમાં રહેતા યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યાના બનાવમાં પોલીસે ગણત્રીના કલાકમાં હત્યારા પિતરાઈ બહેન અને બનેવીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર જય જવાન, જય કિશાન સોસાયટીની બાજુમાં ૨૫ વારીયા કવાર્ટરમાં રહેતા ભાવેશ કાળુભાઈ ચણીયારા નામના યુવકની છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાના બનાવમાં બી.ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે હત્યારા કુટુંબી બહેન અને બનેવીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમીક તપાસમાં ભાવેશ કાળુભાઈ ચણીયારા પોતાના કુટુંબી બહેન અને બનેવી સાથે રહે છે છેલ્લા ઘણા સમયથી કામ ધંધો ન હોવાથી બેરોજગાર છે આજે બપોરના સુમારે ભાવેશને તેના કુટુંબીક બહેન ટપુબેન અને બનેવી મહેશ સાથે કોઈ મુદ્દે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા બનેવી મહેશે સાળા ભાવેશને છરીના ત્રણ ઘા ઝીંકી દીધા બાદ બનેવી મહેશને અફસોસ થતા સાળા ભાવેશને પોતાની રીક્ષામાં લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ ગયેલ પોતાને શંકા જતા રીક્ષા સિવિલ હોસ્પિટલે ભાવેશને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવની જાણ બી.ડીવીઝન પોલીસ મથકના સ્ટાફને થતા પી.આઈ. અને ક્રાઈમ બ્રાંચના પી.આઈ. વી.કે.ગઢવી સહિતનો સ્ટાફ દોડી જઈ હત્યારા મહેશ અને તેની પત્નિ ટપુબેનની અટકાયત કરી છે. પોલીસે મૃતદેહનુ પી.એમ. કરાવી ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. મૃતક ભાવેશ ત્રણ ભાઈ અને ત્રણ બહેનમાં પાંચમાં નંબરનો છે. પિતા કાળુભાઈ મજુરી કામ કરે છે પોલીસે દંપતિ સામે ગુનો નોંધી હત્યાનુ કારણ જાણવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.