રાજકોટમાં ત્રણ સ્થળે વિદેશી દારૂનાં દરોડામાં ૨૨૩ બોટલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

0
11
Share
Share

રાજકોટ, તા.૨૪

શહેરનાં પંચનાથ મંદિર નજીક શ્યામ લાલજીની હવેલી પાસે, નવાગામ આવાસ યોજના અને આજીડેમ નજીક હરિદર્શન એપાર્ટમેન્ટની પાછળ પોલીસે વિદેશી દારૂના દરોડા પાડી ૨૨૩ બોટલ શરાબ અને રીક્ષા મળી કુલ રૂા.૯૯ હજારના મુદામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવાગામ આવાસ યોજના કવાર્ટરના ગેઈટ પાસે જીજે૭વીવી ૪૨૦૦ નંબરની રીક્ષામાં વિદેશી દારૂ હોવાની બાતમી પરથી બી.ડીવીઝન પોલીસે દરોડો પાડતા રીક્ષામાં વિદેશી દારૂની ૨૧૬ બોટલ મળી આવતા શરાબ અને રીક્ષા મળી કુલ રૂા.૯૩૨૦૦ ના મુદામાલ સાથે સોહીલ સલીમભાઈ વઢીયાણી નામના શખ્સને બી.ડીવીઝન પી.એસ.આઈ. એમ.એફ.ડામોર સહિતના સ્ટાફે ઝડપી લઈ વિશેષ પુછપરછ કરતા નવાગામ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા શાહરૂખ મહમદની પણ સંડોવણી ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. જ્યારે બીજો દરોડો આજીડેમ પોલીસે આજીડેમ નજીક હરીદર્શન કોમ્પ્લેક્ષ પાછળ આવેલા હોકળાના કાંઠેથી હાઉસીંગ બોર્ડમાં રહેતો જયેશ ઉર્ફે બોટીયો નામના શખ્સને રૂા.૨૭૦૦ ની કિંમતની વિદેશી દારૂની છ બોટલ સાથે ઝડપી લીધો છે જ્યારે એ.ડીવીઝન પોલીસે પંચનાથ મંદિર નજીક સામે શ્યામ હવેલી નજીકથી નિલેષ ચમનભાઈ ચાવડા નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here