રાજકોટમાં જ્યુબેલી નજીક એક્ટિવામાં આગ લાગતા દોડધામઃ જાનહાનિ ટળી

0
18
Share
Share

રાજકોટ,તા.૧૧

રાજકોટમાં જ્યુબેલી નજીક એક્ટિવામાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જો કે ચાલક સમયસર દૂર થઈ જતાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ફાયર ફાઈટર સ્થળ પર પહોંચે તે પહેલા જ એક્ટિવા બળીને ખાખ થઈ ગયું હતું.

એક્ટિવામાં આગ લાગતા આસપાસના લોકોમાં નાસભાગ મચી હતી. એક્ટિવામાં આગ લાગવાનો લાઈવ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

એક્ટિવામાં ક્યાં કારણોસર આગ લાગી હતી. તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આગની ઘટનામાં એક્ટિવા બળીને ખાખ થઈ ગયું હતું. હાલ તો આગનો વીડિયો વાઈરલ થયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here