રાજકોટમાં જુગાર રમતી ચાર મહીલા સહિત પાંચ ઝડપાયા

0
16
Share
Share

રાજકોટ તા. ર૧

શહેરના રસુલપરામાં મકાનમાં પોલીસે દરોડા પાડી ચાર મહીલા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી રુ.રર હજારનો મુદામાલ કબજે કર્યો છે.

વધુ વીગત મુજબ રસુલપરા શેરી નં. ૧૭માં રહેતા હમીદ ઓસમાણ કેડાના મકાનમાં જુગાર રમાતો હોવાની તાલુકા પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક હમીદ કેડા, મુમતાઝબેન અબ્દુલ સમા, વર્ષાબેન ચંદુ અઘેરા, અમીનાબેન ઓસમાણભાઇ સમા અને  જુબેદાબેન  મહંમદહુસેન મીર સહીત પાંચ શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રુ.રર હજાર કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here