રાજકોટમાં છ વર્ષથી એક ઓરડીમાં છુપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કાઢતા સાથી સેવા ગ્રુપ

0
26
Share
Share

એક જ ઓરડીમાં વધેલા વાળ અને ગંધાતા કપડા પહેરીને મળતા સેવા ગ્રુપે વાળ કાપી-નવડાવી નવા કપડા પહેરાવ્યા!

રાજકોટના કિસાનપરા ચોકમાં ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. કિસાનપરા ચોક શેરી નં.૮માં સાથી સેવા ગ્રુપ દ્વારા આશરે ૧૦ વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢાયા છે. કકઇ બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી. આથી પોતાની જાતને આશરે ૧૦ વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા. માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે ત્રણેય ભાઈ-બહેને આ કૃત્ય કર્યુ હતું. આજે સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડી ત્રણેયને બહાર કાઢ્યા હતા.

ત્રણેય ભાઈ-બહેનને છોડાવવા માટે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ દોડી ગઈ હતી. પિતાએ ત્રણેયને દરવાજો ખોલવા માટે આજીજી કરી પણ ખોલ્યો નહી. મકાનની ડેલી સાથી સેવા ગ્રુપના એક સભ્યએ દીવાલ ટપી ખોલી હતી. જ્યારે અંદર રુમનો દરવાજો બંધ હોવાથી પિતાએ દરવાજો ખોલવા ઘણી આજીજી કરી હતી. પરંતુ દરવાજો ન ખોલતા આખરે સાથી સેવા ગ્રુપની ટીમે દરવાજો તોડવો પડ્યો હતો. અંદર ત્રણેય ભાઈ-બહેન અઘોરી જેવુ જીવન જીવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. બંને ભાઈની દાઢી અને વાળ વધી ગયેલા જોવા મળ્યા હતા.

સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, અમને એક ફોન આવ્યો હતો કે આવી રીતે ત્રણ ભાઈ-બહેન રહે છે. જમવાનું તેમના પિતા પહોંચાડતા હતા. દરવાજા પાસે થાળી રાખે એટલે લઈ લેતા હતા. ત્રણેય ભાઈ-બહેન આશરે ૧૦ વર્ષથી અંદર રહેતા હતા. અમે દરવાજો તોડીને અંદર ગયા હતા. તેમના પિતાને કહ્યું છે કે અમને સોંપી દ્યો અમે એક મહિનાની અંદર સારુ કરી દેશું. તેમના પિતા નિવૃત્ત સરકારી કર્મચારી છે અને ૩૫ હજાર જેટલું પેન્શન આવે છે. ત્રણેયની ઉંમર ૩૦થી ૪૨ વર્ષ જેટલી છે. તેમના પિતા પરિવાર સાથે વાત કરીને નિર્ણય લેશે.

શહેરના કિસાનપરા ચોકમાં શેરી ન.૮ના ખુણા પર આવેલા એક જૂનવાણી મકાનમાં ત્રણેય ભાઈ-બેહન રહેતા હતા. બે ભાઈની માનસિક સ્થિતિ ખરાબ છે જ્યારે બહેનની હાલત સારી છે. આથી બંને ભાઈને તે સાચવી રહી છે. ૮૨ વર્ષીય નવીનભાઈ મહેતાના ત્રણેય સંતાનો છે. નવીનભાઈ જ ત્રણેય સંતાનોને જમવાનું પહોંચાડતા હતા.

એક જાગૃત મહિલાએ સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલને એક જ ઘરમાં છ વર્ષથી ત્રણ ભાઈ-બહેન રહે છે તેવી જાણ કરી હતી. આથી જલ્પાબેને નવીનભાઈનો સંપર્ક કર્યો હતો. ગઈકાલે જ પાડોશીઓને કહી દીધું હતું કે, આ લોકોને છંછેડતા નહીં. આજે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન, તેમની ટીમ અને નવીનભાઈ સાથે પહોંચ્યા હતા. નવીનભાઈએ તેની દીકરીને ડેલી ખોલવા ઘણી મથામણ કરી પણ ખોલી નહોતી. બાદમાં સાથી સેવા ગ્રુપની ટીમ દીવાલ ટપી અંદર જઈ રુમનો દરવાજો તોડ્યો હતો.

નવીનભાઈની દીકરીએ જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે અમે બહાર નીકળતા નહોતા. ચિંતાને કારણે એક જ રુમમાં પુરાય રહ્યાનું પણ બહાર આવી રહ્યું છે. નવીનભાઈનો નાનો દીકરો ક્રિકેટ રમતો હતો. જ્યારે મોટા દીકરાએ કકઇ બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે. જ્યારે દીકરીએ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. ત્રણેય ભાઈ-બહેનના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા સંતાનો પર નજીકના સંબંધીઓએ જ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો છે. આથી આ સ્થિતિમાં તેઓ એક જ ઓરડીમાં છ વર્ષ સુધી પુરાય રહ્યાં હતા. મીડિયા સાથે વાત કરતી પિતા ભાવુક બની ગયા હતા.

ત્રણેય ભાઈ-બહેનને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમણે પહેરેલા કપડા દુર્ગંધ મારતા હતા. રુમની અંદર પણ મેલા કપડા અને અખબારો પડ્યા હતા. આથી સાથી સેવા ગ્રુપના સભ્યોએ તમામના વાળ વધી ગયા હોવાથી કાપ્યા હતા. તેમજ બંને ભાઈની દાઢી પણ કરી હતી. બાદમાં ત્રણેયને નવડાવ્યા હતા અને નવા કપડા પહેરાવ્યા હતા

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here