રાજકોટમાં ચા અને પાનની દુકાનોએ ભીડ અટકાવવા મહાનગરપાલિકા દ્વારા સધન ચેકીંગ ઝુંબેશ

0
27
Share
Share

રાજકોટ,તા.૧૦

રાજકોટનાં મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર અને નાયબ કમિશનર એ. આર. સિંહના માર્ગદર્શન હેઠળ આસી. મેનેજર દિપેન ડોડીયા અને વિજીલન્સ શાખાના ડીવાય.એસ.પી. આર. બી. ઝાલા અને સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચા અને પાનની દુકાનો ખાતે સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં જે દુકાનોએ ગ્રાહકોના સમૂહ જોવા મળ્યા હતા તે દુકાનો સીલ કરવામાં આવેલ છે. જેમાં દ્વારકાધીશ ટી સ્ટોલ-નાનામવા રોડ, જાફર ટી સ્ટોલ – ડી.એચ. કોલેજ, ખોડીયાર પાન – મવડી ચોકડી, ખોડીયાર કોલ્ડ્રીંક્સ – મવડી ચોકડી, ખોડીયાર ટી એન્ડ ખોડીયાર વડાપાઉં – મવડી ચોકડી, રવેચી સ્ટોલ – ૧૫૦ ફૂટ રીંગ રોડ બાલાજી હોલ પાસે તથા ગોપાલ ટી – બાલાજી હોલ પાસે ૧૫૦ ફૂટ રીંગ રોડ અને દોશી હોસ્પિટલ પાસે ચા નો એક થડો, આ ઉપરાંત અન્ય વિસ્તારની શક્તિ ટી શોપ – સંત કબીર રોડની પાસે, ભાવનગર રોડ, ગાત્રાડ પાન  ટી સ્ટોલ – માર્કેટિંગ યાર્ડ મેઈન રોડ, ખેતલા આપા ટી સ્ટોલ – અમુલ સર્કલ, ૮૦’ ફૂટ રોડ, રાધે હોટેલ – અટિકા ફાટક પાસે, મોમાઈ હોટેલ – રૈયા ચોકડી, કિસ્મત હોટેલ – હનુમાન મઢી, રૈયા રોડ, ખોડિયાર હોટેલ – ફૂલછાબ ચોક અને શક્તિ હોટેલ – ડિલક્ષ ચોક, કુવાડવા રોડ ખાતેની દુકાનો સીલ કરવામાં આવી હતી અને ચુનારવા ચોક પાસેની ચાની દુકાનોએથી દબાણ હટાવ કરવામાં આવ્યું હતું તેમજ એક કાઉન્ટર ડિટેઇન કરવામાં આવેલ છે.   આ ઉપરાંત વિવિધ દુકાનોએ ગ્રાહકોના સમૂહ એકત્ર ન થાય તેની કાળજી લેવા ધાર્થીઓને સુચના પણ આપવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here