રાજકોટમાં ગુજસીટોકનાં ગુનામાં ખીયાણી ગેંગનો લીડર ૧૫ દિવસના રીમાન્ડ પર

0
22
Share
Share

૧૧ શખ્સો દ્વારા ગેંગ બનાવી ગંભીર પ્રકારના ૭૬ ગુના આચરતા કાયદાનો સકંજો કસાયો

સુત્રધારે ધાડ, હત્યાની કોશીષ, મારામારી, દુષ્કર્મ, જુગાર અને હથિયાર જેવા ૧ ડઝન ગુના નોંધાયા : ભોગ બનનારે ફરીયાદ કરવા અપીલ

રાજકોટ, તા.૨૭

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ ભયનુ વાતાવરણ પેદા કરી ધાક ધમકી આપી ખંડણી, મીલ્કત પચાવી પાડતી ખીયાણી ગેંગ સામે ગુજસીટોક હેઠળ શહેર પોલીસ કાર્યવાહી કરી ૬ શખ્સોની ધરપકડ કરી અને ૪ શખ્સોનો જેલમાંથી કબ્જો લીધો હતો જ્યારે ખીયાણી ગેંગનો નાસતો ફરતો મુખ્ય સુત્રધારને પોલીસે ઝડપી લઈ વધુ તપાસ માટે અદાલતે ૧૫ દિવસની રીમાન્ડ મંજુર કરતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને અસામાજીક તત્વો સામે અને સંગઠીત થઈ ક્રાઈમ આચરતી ટોળકી સામે કડક હાથે કામગીરીના હેતુથી સરકાર દ્વારા ગુજસીટોક કાયદા અમલમાં આવ્યો છે. જે અન્વયે શહેર પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં સંગઠીત થઈ ક્રાઈમ આચરતી ગેંગો સામે કડક હાથે કામગીરી કરવાના ભાગરૂપે વધુ એક ભીસ્તીવાડની ગેંગના ૧૧ શખ્સો દ્વારા ૭૬ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે ૬ શખ્સોની ધરપકડ કરી હતી જ્યારે જેલ હવાલે રહેતા ૪ શખ્સોનો કબ્જો લીધો હતો.

ભીસ્તીવાડના ખીયાણી ગેંગનો મુખ્ય સુત્રધાર એઝાઝ ઉર્ફે ટકો અકબર ખીયાણીની કુવાડવા રોડ નજીકથી ક્રાઈમ બાંચે ધરપક કરી જેમાં પ્રાથમીક તપાસમાં એઝાઝ ઉર્ફે ટકા સામે ધાડ, હત્યાની કોશીષ, મારામારી, દુષ્કર્મ, જુગાર અને હથિયાર સહિતના એક ડઝન ગુના નોંધાયા છે. પોલીસે વધુ તપાસ માટે રીમાન્ડ માંગ સાથે ગુજસીટોકની સ્પેશ્યલ અદાલતમાં રજૂ કરતા જેમાં બન્ને પક્ષોની ધારદાર દલીલો બાદ સરકાર પક્ષે સ્પેશ્યલ પી.પી.તુષાર ગોકાણીની લેખીત-મૌખીક દલીલો તેમજ તપાસનીશનો સોગંદનામુ રજૂ કરતા જેમાં અદાલત દ્વારા ૧૫ દિવસના રીમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

એઝાઝ ઉર્ફે ટકાનો વર્ષ ૨૦૧૧ થી આજ દિન સુધી જમીન-મકાન કે વાહન તેમજ ખંડણી અને ઉઘરાણી માટે હવાલા લીધા હોય ભોગ બનનારને આ અંગે તપાસનીશ એસીપી પી.કે.દીઓરાનો સંપર્ક કરી ફરીયાદ નોંધવા આગળ આવવા અપીલ કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here