રાજકોટમાં કોરોના રસીને આવકારતા ચેમ્બર પ્રમુખ વૈષ્ણવ

0
16
Share
Share

રાજકોટ, તા.૧૩

કોરોના મહામારીને કાબુમાં લેવા તથા લોકોને કોરોના સામે પુરતુ રક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા કોરોના રસી મુકવાની ઝડપભેર કામગીરીની શરૂઆત કરવામાં આવેલ છે ત્યારે આજરોજ વહેલી સવારના રાજકોટ એરપોર્ટ ખાતે કોરોના રસીનો પ્રથમ ડોઝ આવી ગયેલ છે તે દરમ્યાન રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈષ્ણવ ખાસ ઉપસ્થિત રહીને કોરોના રસીને હર્ષની લાગણી સહ આવકારેલ.

હાલ સરકાર દ્વારા કોરોનાની રસી મુકવાનુ પ્રથમ પ્રાધાન્ય કોરોના વોરીયર્સ જેવા કે, ડોકટરર્સ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસકર્મીઓ અને સફાઈકર્મીઓને સૌપ્રથમ પ્રાધાન્ય આપવા બદલ અભિનંદન પાઠવી રાજકોટ ખાતે ઝડપી કોરોના રસીનો પ્રથમ ડોઝ મોકલવા બદલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સહર્ષ અભિનંદન સહ આભારની લાગણી વ્યકત કરીએ છીએ. તેમ રાજકોટ ચેમ્બર દ્વારા જણાવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here