રાજકોટમાં કોરોના બોમ્બઃ વધુ ૩૩ કેસ અને ૧૧ના મોત થતા તંત્રની ચિંતા વધી

0
11
Share
Share

રાજકોટ,તા.૧૮

રાજકોટમાં આજે ૩૩ કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોના વાયરસ કાળ બની રહ્યો છે. આજે મંગળવારે વધુ ૧૧ દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. જેમાં ૧૦ દર્દીના સિવિલ હોસ્પિટલમાં અને ૧ દર્દીનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પોઝિટિવ કેસની સાથોસાથ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા ૧૦ દિવસમાં જ ૧૩૬ પર મૃત્યુઆંક પહોંચ્યો છે. રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પણ ૪૨૦૦ નજીક પહોંચી ગઈ છે. અન્ય જિલ્લામાંથી આવતા દર્દીઓને લઈને રાજકોટનો ડેથ રેટ ઉંચો જઈ રહ્યો છે. ૧૫૦૦ સફાઈ કામદારોના હેલ્થ સ્ક્રિનિંગમાં ૬૮નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટ મનપાના સફાઈ કર્મચારીઓનું ચાર દિવસ સુધી હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવશે. ગઈકાલે મનપાની ઈસ્ટ ઝોન કચેરીમાં ૯૦૦ જેટલા સફાઈ કર્મચારીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૪૫ સફાઈ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. આજે પણ ઈસ્ટ ઝોન ખાતે અને આવતા બે દિવસ સેન્ટ્રલ ઝોન ખાતે બાકીના સફાઈ કર્મચારીનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here