રાજકોટમાં કોરોનાના વધુ ૩૨ કેસ નોંધાયા, ૯ લોકોના મોત

0
18
Share
Share

રાજકોટ,તા.૧૫

રાજકોટમાં આજે બપોર સુધીમાં ૩૨ કેસ નોંધાયા છે અને ૨૪ કલાકમાં ૯ લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૭૫૨૯ પર પહોંચી છે. જેમાંથી ૮૪૦ લોકો રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બુધવારે રાજકોટમાં ૯૪ લોકો કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. બીજી તરફ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. રાજકોટ શહેરમાં ૫૯ અને જિલ્લામાં ૨૨૪ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન છે. રાજકોટ શહેરમાં નવા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં રૈયારોડ પર રાજહંસ સોસાયટી, વૈશાલીનગર, થોરાળા સર્વોદય સોસાયટી, કોઠારિયા રોડ પર બાલાજી પાર્ક,

કેકેવી હોલ પાસે ન્યૂ કોલેજવાડી, નારાયણનગરમાં અભિરામ સોસાયટી, યુનિ. રોડ પર ભીડભંજન સોસાયટી, સંતકબીર રોડ પર ગઢિયાનગરને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરતા હાલ શહેરમાં ૫૯ સોસાયટી કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ છે. જિલ્લામાં ૨૨૪ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે છે તેમાં ઉકરડા ગામ, જેતલસર ગામ, કમળાપુર ગામ, વીંછિયા સત્યજીત સોસાયટી, મોટા ભાદરા, ઉપલેટા આદર્શ સોસાયટી, ગોંડલ યોગીનગર નવા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં કુલ ૭૪૯૯ કેસ નોંધાયા છે જેમાંથી ૮૪૦ સારવાર હેઠળ છે અને જિલ્લામાં કુલ કેસ ૩૪૪૪ થયા છે જેમાંથી ૩૨૬ એક્ટિવ કેસ છે. નવરાત્રિના પ્રથમ નોરતે ખોડલધામ ખોડિયાર માતાજીની આરતી ભક્તો ઘરે બેઠા લાઈવ જોઈ શકશે. ખોડલધામના ફેસબૂક અકાઉન્ટ પર, યુટ્યુબ ચેનલ અને વેબસાઈટ પર સાંજે ૬.૩૦ વાગ્યે આરતીનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. નવી ગાઈડલાઈન મુજબ ધ્વજારોહણમાં પણ માત્ર ૧૦૦ જ વ્યક્તિ હાજર રહી શકશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here