રાજકોટમાં કોરોનાગ્રસ્તોની ઓળખ નહીં આપવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો

0
27
Share
Share

રાજકોટ, તા.૧

રાજકોટ મ્યુ. કમિશ્નરે કોરોના દર્દીની ઓળખ જાહેર ન કરવા બાબતે કરેલા મૌખિક આદેશ સામે ગુજરાત હાઈકોર્ટમાં પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન પીટીશન કોંગી કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે.

પીઆઈએલ પીટીશનની વિગત મુજબ રાજકોટ મનપાના કમિશ્નર કોરોના પોઝીટીવ દર્દીની પ્રાઈવસી જોખમાતી હોય તેમજ સામાજીક રીતે હેરાનગતિ થતી હોય તે બાબતે અનેક પત્રો અને ફોનથી મ્યુ.કમિશ્નરને ફરીયાદ થતા મ્યુ.કમિશનર ઉદીત અગ્રવાલે સંબંધીત વિભાગના અધિકારીને આદેશ કરેલો કે કોરોના પોઝીટીવ દર્દીઓના નામ, સરનામા સતાવાર રીતે જાહેર ન કરવા.

રાજકોટની બહોળી સંખ્યામાં પ્રજાજનોને સ્પર્શતી વિગત હોવા છતા મનપા કમીશનરે મૌખીક આદેશ આપેલો છે અને જે તે હુકમ લેખીત સ્વરૂપમાં કરવામાં આવેલો નથી. આ મૌખીક આદેશ થયા બાદ રાજકોટના જાગૃત નાગરીકોએ આદેશનો સખત વિરોધ કરેલ પરંતુ અગમ્ય કારણોસર જે તે કાર્યરીતી મનપા દ્વારા આજદીન સુધી ચાલુ રખાતા રાજકોટ સ્થિત કોંગી અગ્રણીઓ અને નાગરીકોએ મ્યુ.કમીશનરને આવેદન આપેલ અને મ્યુ.કમિશનરને એકથી વિશેષવાર રજુઆતો કરેલ અને ધરણા સહિતના કાર્યક્રમ આપેલ છે પરંતુ મ્યુ.કમિશનરે તેનો તઘલખી નિર્ણય ચાલુ રાખતા હાઈકોર્ટમાં અતુલભાઈ રાજાણીએ પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન (પીઆઈએલ) હાઈકોર્ટના એડવોકેટ મારફત દાખલ કરેલી છે.

પીટીશીનમાં જણાવ્યા મુજબ મ્યુ.કમીશનરનો હુકમ અવિચારી, મહત્વહિન, ગેરકાયદેસર અને વાસ્તવિક પરિસ્થિતિથી વિરુઘ્ધનો અને પ્રજાના હિતમાં નથી. ઓથોરીટીએ પ્રજાના આરોગ્ય અને સ્વતંત્રતાનુ રક્ષણ કરવાની જવાબદારી માટે શરમાવવાનુ નથી કે પછીહેઠ કરવાની નથી જ્યારે વ્યક્તિના જીવનને સ્પર્શતા બંધારણીય મુળભુળ અધિકારો અને પ્રાઈવસીના અધિકારોનો ટકરાવ થતો હોય ત્યારે વ્યક્તિના જીવનને પશુતા મુળભુત અધિકારોને વધારે મહત્વ આપવું જોઈએ. રાજ્ય અને તેના સતા અધિકારીઓએ એવી રીતે વર્તવુ જોઈએ કે તેનાથી પ્રજાજનોના જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્ય જોખમાય નહી. મીનીસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમીલી વેલફેર-ભારત સરકારની વેબસાઈટ સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલ છે કે કોઈપણ વ્યક્તિ કોવિડ-૧૯ ધરાવતા અન્ય વ્યક્તિના સંપર્કમાં આવવાથી તેને કોવિડ-૧૯ થઈ શકે છે અને તેને લગતા વિષાણુઓ ફેલાય છે અને તેટલા માટે બે વ્યક્તિઓ વચ્ચે ત્રણ ફુટનુ અંતર જરૂરી છે. આ સંજોગોમાં કોરોનાને ફેલાતો અટકાવવા કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તિના નામ પ્રસિઘ્ધ થવા જરૂરી છે જેથી સામેની વ્યક્તિ સંક્રમીત ન થાય અને સંક્રમણ વિશેષ ફેલાતુ અટકાવી શકાય પરંતુ મ્યુ.કમિશનરનો મૌખીક હુકમ પ્રજાના આરોગ્યને જોખમમાં મુકનારો સાબીત થાય તેમ છે. મ્યુ.કમિશનર દર્દીના પ્રાઈવસીના અધિકારને રક્ષણ રક્ષવાના બહાને નામ જાહેર કરવા મનાઈ ફરમાવે છે. પરંતુ વાસ્તવિક રીતે તેઓ કોરોના વાઈરસને નિયંત્રણમાં લેવામાં નિષ્ફળ ગયેલ છે તે ખામી ઢાકવાના પ્રયાસ રૂપે આ હુકમ કરવામાં આવેલ છે. આ મહામારીને ફેલાતી અટકાવવાનો એક અગત્યનું પાસુ કોન્ટેક ટ્રેસીંગ છે જેનાથી સંક્રમીત વ્યક્તિની ઓળખ મળ્યેથી તેને યોગ્ય સારવાર આપી તેના પરીચયમાં વિશેષ લોકો ન આવે તે માટે નામ પ્રસિઘ્ધ થવા જરૂરી છે પરંતુ મ્યુ.કમિશનરના અવિચારશીલ, બંધારણીય અધિકારો વિરુઘ્ધના અને ગેરકાયદેસર હુકમથી પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા હોય અરજદાર અતુલભાઈ રાજાણીએ પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન પીટીશન દાખલ કરેલી છે. હાઈકોર્ટે પીટીશન એડમીટ કરી રા.મ્યુ.કોર્પોરેશનને નોટીસ કરી પોતાનો જવાબ રજુ કરવા આદેશ કર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here