રાજકોટમાં કોંગ્રેસ-આપ અને અપક્ષમાંથી ફોર્મ ભરનાર જિલ્લા ભાજપના ૧૯ અગ્રણીઓ સસ્પેન્ડ

0
30
Share
Share

રાજકોટ,તા.૨૩
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર ગેરશિસ્ત દાખવનાર અને પાર્ટીમાં બળવો કરનાર જીલ્લા ભાજપના ૧૯ આગેવાનોને સસ્પેન્ડ કરવાના હુકમો કરવામાં આવેલ છે. પ્રદેશ ભાજપની સીધી સુચના અનુસાર જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાએ મહામંત્રીઓ તથા શિસ્ત સમિતિ સાથે પરામર્શ કરીને બળવાખોરોના નામો અને બળવો કરવાના કારણોની ચર્ચા કરી હતી.
અને જીલ્લા અને તાલુકા ભાજપના ૧૯ આગેવાનોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા ભાજપ પ્રમુખે રાજકોટ તાલુકા પંચાયતની ભૂપગઢ બેઠક પર લક્ષ્મણ સિંધવ, કસ્તુરબાધામ બેઠક પર નિશીથ ખૂંટ, ખારચિયા બેઠક પર વિજય દેસાઇ, કાળીપાટ બેઠક પર નીમુબેન દેસાઇ, લોધિકા તાલુકા પંચાયતની નગરપીપળિયા બેઠક પર હિતેશ ખૂંટ, હરિપર બેઠક પર જયદેવ ડાંગર, ઉપલેટાની કોલકી બેઠક પર વિજય પાઘડાર, ધોરાજીની મોટીવાવડી બેઠક પર રાજેશ પીઠિયા, જેતપુર તાલુકા પંચાયતની મોટા ગુંદાળામાં કેશુ સરવૈયા, બોરડી સમઢિયાળામાં મનોજ પરમાર, પાંચપીપળામાં ઇન્દુબેન હિરપરા,
મેવાસામાં રમેશ વઘાસિયા, ઉમરાળી બેઠક પર વિજયાબેન ચાવડા, મનીષાબેન ચાવડા, જ્યોત્સનાબેન વઘાસિયા, ખીરસરા બેઠક પર જયેશ ગોંડલિયા, આરબટીંબડી બેઠક પર ગોપાલ પરમાર, ભીખા રાઠોડે કોંગ્રેસ-આપ અથવા અપક્ષમાંથી ઉમેદવારી કરી હોય પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here