રાજકોટમાં કોંગ્રેસનું નિરાશાજનક પ્રદર્શન, મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપનો કબ્જો

0
19
Share
Share

રાજકોટ,તા.૨૩
ગુજરાતની ૬ મહાનગર પાલિકાની ૫૭૬ બેઠકો પર આજે મતગણતરી હાથ ધરાઈ રહી છે. જેમાં મોટાભાગની મહાનગર પાલિકામાં ભાજપનો કબ્જો નક્કી મનાઈ રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં કોંગ્રેસનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. રાજકોટ મ્યુન્સિપલ કોર્પોરેશનની ૭૨ બેઠકો પર ગત રવિવારે ૫૦.૭૫ ટકા મતદાન થયું હતું. જેમાં શહેરના ૧૮ વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓના ૨૯૩ ઉમેદવારોનું ભાવિ ઈફસ્માં સીલ થઈ ગયું હતુ. જો કે આજે મતગણતરી દરમિયાન રાજકોટમાં ભાજપનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી ૩૬ બેઠકો ભાજપે જીતી લીધી છે.
જ્યારે વોર્ડની મતગણતરીમાં ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છેજેના કારણે આ વખતે રાજકોટમાં ભાજપના ઉમેદવાર મેયર બનશે તેમ નક્કી થઈ ગયું છે. ખાસ વાત એ રહી કે, રાજકોટમાં વોર્ડ નંબર ૧૬માં ભાજપના રૂચીતાબેન જોશીને ૮૬૦૦ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને ૮૫૮૯ મત મળ્યા હતા. આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર રૂચિતાબેન જોશીનો માત્ર ૧૧ મતે વિજય થયો હતો.
રૂચિતા બેન કોંગ્રેસના રસીલાબેન ગેરીયા સામે માત્ર ૧૧ મતે જીત્યા હતા. જણાવી દઈએ કે, ૨૦૧૫ની ચૂંટણીમાં થયેલા ૪૯.૫૩% મતદાન કરતાં કોરોના મહામારી વચ્ચે આ વખતે થોડુ વધુ મતદાન થયું છે. અત્યાર સુધીની મતગણતરી મુજબ ૭૨માંથી ૪૮ બેઠકો ભાજપના ફાળે જાય તેમ લાગી રહ્યું છે. રાજકોટમાં વોર્ડ નંબર ૧, ૪, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૩ અને ૧૬માં ભાજપની પેનલ જીતી ગઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here