રાજકોટમાં કેન્દ્રની મંજૂરી છતાં માર્ચથી થિયેટર્સ ખુલશે

0
27
Share
Share

રાજકોટ, તા. ૧

કોરોના મહામારી ને અટકાવતા પગલાંના ભાગરૂપે કેન્દ્ર સરકારે રવિવારે સિનેમાહોલ અને થિયેટર માટે સુધારેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર  જારી કરી હતી. નવી એસઓપી અનુસાર કેન્દ્ર સરકારે સિનેમાહોલ અને થિયેટરને ૧૦૦ ટકા પ્રેક્ષક ક્ષમતા સાથે ફિલ્મો પ્રદર્શિત કરવાની પરવાનગી આપી દીધી છે. સોમવારથી દેશભરમાં સિનેમાહોલ અને થિયેટર ૧૦૦ ટકા પ્રેક્ષક ક્ષમતા સાથે કામ કરી શક્શે પરંતુ ઓડિટોરિયમની બહાર કોમન એરિયા અને વેઇટિંગ એરિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે. મલ્ટિપ્લેક્સને ભીડ એકઠી થતી અટકાવવા માટે શો ટાઇમિંગ અલગ અલગ રાખવાની તાકીદ કરાઇ છે.

બીજી બાજુ કેન્દ્ર સરકારે ભલે સિનેમા ઘરો ખોલવાની પરમિશન આપી હોય, પરંતુ ગુજરાતમાં એક શહેરમાં હાલ સિનેમા ઘરો નહીં ખૂલે. કેન્દ્ર સરકારની સિનેમાઘરમાં છૂટછાટ બાદ પણ રાજકોટ સરકારની છૂટછાટ બાદ નહિ ખૂલે. હાલ સિનેમા ઘરો બંધ રહશે. સિનેમાઘર ૧લી માર્ચથી સિનેમાઘર ખુલે તેવી શક્યતા દેખાઈ રહી છે. રાત્રિ કરફ્યુ અને ફિલ્મોનો અભાવ રાજકોટમાં વિલન બન્યો છે. સિનેમાઘર ધારકો આવતા મહિનેથી ખોલશે. સિનેમા ઘર રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ છે, યથાવત રાત્રિ કર્ફ્‌યુના કારણે નાઈટ શો ચલાવી શકાય તેમ નથી. રાજકોટમાં સિનેમા ઉદ્યોગને ૩૦ કરોડનું નુકશાન થાય તેવી ધારણા સેવવામાં આવી છે, જ્યારે ગુજરાતમાં અંદાજિત નુકશાન ૫૦૦ કરોડ જેટલું થવા પામ્યું છે.

અત્રે નોંધનીય છે કે, સિનેમાહોલ, થિયેટર અને મલ્ટિપ્લેક્સે ઇન્ટરવલનો સમય લાંબો રાખવાનો રહેશે જેથી ઓડિટોરિયમમાં બેઠેલા પ્રેક્ષકો વારાફરથી બહાર જઇ શકે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી એસઓપી અનુસાર કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા સિનેમાહોલમાં  ફિલ્મપ્રદર્શિત કરી શકાશે નહીં. ૨૭મી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇનમાં સિનેમાહોલને ૫૦ ટકા કરતાં વધુ પ્રેક્ષક ક્ષમતાની પરવાનગી આપવામાં આવી હતી. તે ઉપરાંત સામાન્ય જનતા માટે સ્વિમિંગ પૂલ ખોલવાની પણ પરવાનગી અપાઇ હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, ફિલ્મના પ્રદર્શન માટેની એસઓપી જાહેર કરી દેવાઇ છે. ૧ ફેબ્રુઆરીથી ૧૦૦ ટકા પ્રેક્ષકોને પરવાનગી આપવામાં આવી છે પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જારી કરાયેલી ગાઇડલાઇનનું ચુસ્તતાથી પાલન કરવાનું રહેશે.

ફિલ્મ જગતના લોકોએ સરકારની આ જાહેરાતને વધાવી લેતાં જણાવ્યું હતું કે, આ ઘણા મોટા સમાચાર છે. પ્રોડયુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, અમે સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ.

થિયેટર્સ માટેની એસઓપી

 • શોના ટાઇમિંગ અલગ અલગ રાખવાના રહેશે, લાંબા ઇન્ટરવલ રાખવા નિર્દેશ
 • ઓડિટોરિયમમાં પ્રવેશ અને એક્ઝિટ દરમિયાન પ્રેક્ષકોને વારાફરથી પરવાનગી
 • ફૂડ એન્ડ બેવરેજિસ એરિયા, કોમન અને વેઇટિંગ એરિયામાં ૬ ફૂટનું સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત રહેશે
 • એન્ટ્રી પોઇન્ટ પર સેનિટાઇઝર ફરજિયાત
 • ટિકિટ બુકિંગ સમયે કોન્ટેક્ટ નંબર લેવો
 • કોરોનાના લક્ષણ ન હોય તેવી વ્યક્તિને જ ઓડિટોરિયમમાં પ્રવેશ અપાશે
 • ટિકિટ બુકિંગ માટે બોક્સ ઓફિસ આખો દિવસ ખુલ્લી રાખવાની રહેશે
 • ફેસમાસ્ક ફરજિયાત, થૂંકવા પર પ્રતિબંધ
 • ખાંસી કે છીંક આવે ત્યારે મોં ટિશ્યૂથી ઢાંકવાનું રહેશે, ટિશ્યૂનો યોગ્ય નિકાલ
 • ઓડિટોરિયમમાં એસીનું તાપમાન ૨૪-૩૦ ડિગ્રી
 • બોક્સ ઓફિસ, ખાણીપીણીના વિસ્તાર, કર્મચારીઓના લોકર, ટોઇલેટ, પબ્લિક એરિયા, બેક ઓફિસ એરિયામાં નિયમિત સફાઇ અને સેનિટાઇઝેશન
 • સ્ટાફ માટે ગ્લોવ્ઝ, બૂટ, માસ્ક, પીપીઇ કિટ વગેરેની વ્યવસ્થા કરવાની રહેશે.
Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here