રાજકોટમાં કિન્નરોએ એક ટ્રાન્સજેન્ડર ઢોર માર મારી ગુપ્તભાગનો વિડિયો વાયરલ કર્યો

0
24
Share
Share

સોશિયલ મીડિયામાં #justiceforpayal ના હેશટેગસાથે ઝુંબેશ શરૂ

રાજકોટ,તા.૨૦

રાજકોટ શહેરમાં નાની નાની બાબતોમાં કોઈનું અપહરણ કરવું કે માર મારવો સામાન્ય બાબત થઇ ગઈ છે પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. રજકોટમાં રહેતી પાયલ નામની ટ્રાન્સવુમન પર શહેરમાં રહેતા કેટલાક કિન્નરોએ નકલી કિન્નર હોવાના આક્ષેપો સાથે તેને જાહેરમાં નગ્ન કરી તેના ગુપ્તભાગનો વિડિયો બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો છે. ટ્રાન્સજેન્ડરનો આ વિડીયો વાયરલ કરવાના પગલે પાયલે સાયબર ક્રાઇમમાં પણ અરજી કરી હોવાનું પણ જાણવા મળે છે. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી પાયલ નામની ટ્રાન્સવુમન પર લોધાવડ ચોક પાસે યુવતીના વસ્ત્રો પહેરીને ઉભી હતી ત્યારે શહેરમાં રહેતા કેટલાક કિન્નરોએ તેના પર નકલી કિન્નર હોવાના આક્ષેપો સાથે પાયલનું અપહરણ કર્યું હતું.

પાયલને ગોંધી રાખી બેરહેમીથી ઢોરમાર માર્યો હતો, આટલેથી ન અટકયું હોય તેમ આ ટ્રાન્સવુમનને કિન્નરો દ્વારાજાહેરમાં અર્ધ નગ્ન કરવામાં આવી હતી અને તેને અપશબ્દો કહીને તેનો વિડીયો ઉતારી,વાયરલ કર્યો હતો. પાયલે જણાવ્યું હતું કે, તેના આ મિશન દરમિયાન કિન્નરના એક જૂથમાંથી એક ગે તેની સોસાયટીમાં ભર્યેા હોવાથી, આ વાત કિન્નર જૂથને ગળે ન ઊતરતાં તેનો ખાર રાખી ને ગત તારીખે ૧૫ના રોજ પાયલ તેના ઘરે પહોંચી ત્યારે કિન્નરો દ્રારા તેનું અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેને મવડી રોડ પર આવેલ એક ટી સ્ટોલ પાસે લઈ જવામાં આવી હતી.

તેની સાથે રહેતી ટ્રાન્સવુમનનો વિડીયો બનાવ્યા બાદ પાયલને ગોંડલ રોડ પર આવેલ સૂર્યકાંત હોટલ નજીક લઈ જવામાં આવી હતી, ત્યાં આ કિન્નરના જુથે પાયલનો અર્ધનગ્ન વિડીયો બનાવીને કિન્નરના ગ્રુપમાં વાયરલ કર્યેા છે. જે અત્યારે સમગ્ર દેશમાં વાયરલ થઈ રહ્યો છે. આ બનાવના સમયે પાયલના વાળ પણ કાપી નાંખવામાં આવ્યા હતા અને તેને ફરીથી લીમડાચોક ખાતે લઇ જવાઇ હતી અને આ કિન્નરોએ પોલીસને બોલાવીને પાયલને સોંપી હોવાનું તેણે જણાવ્યું હતું ત્યારબાદ તેને એ ડિવિઝન પોલીસ ખાતે લઇ જવાઇ હતી. આ ઘટના બાદ ડરી ગયેલી પાયલ હાલમાં તેના ઘરમાંથી બહાર પણ નીકળતી નથી. આ ઘટના બાદ પાયલને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયામાં ઈંજસ્ટીસફોરપાયલના હેશટેગસાથે જોર જોરથી ઝુંબેશ શરૂ થઇ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here