રાજકોટમાં એસટી દ્વારા આજથી ૪૦ વોલ્વો તેમજ એસી સ્લીપર બસો શરૂ થશે

0
21
Share
Share

રાજકોટ તા. ર૪

ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ દ્વારા આવતીકાલ તા.૨૫થી વિવિધ રૂટો ઉપર વધુ ૪૦ વોલ્વો અને એ.સી. બસો શરૂ કરવામાં આવનાર છે.

આ અંગે એસ.ટી. નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ કોવિડ- ૧૯ની વૈશ્વિક મહામારીને કારણે ગૃહમંત્રાલયની ગાઇડલાઇન તેમજ રાજ્ય સરકારની મુસાફર પરિવહન દરમિયાન સંક્રમણ ન વધવાની બાબતોને ધ્યાને લઇ તાજેતરમાં નિગમ દ્વારા  સમગ્ર રાજ્યનું તેમજ આંતરરાજ્યનું સંચાલન બંધ કરવાની ફરજ પડેલ હતી, રાજ્યમાં અનલોક થતા રાજ્યની મુસાફર જનતાને વોલ્વો- એસી સર્વિસોનો લાભ મળે તે હેતુથી ફેઝ-૧માં ગત તા.૨૨-૮થી ૧૭- વોલ્વો સીટર, ૧૩-એસી સીટર અને ૧૦ એસી સ્લીપર વાહનો મળીને કુલ ૪૦ વાહનોનું સંચાલન હાથ ધરવામાં આવેલ હતું.

ફેઝ-૧માં વોલ્વો-એસી સર્વિસોમાં મુસાફર જનતા તરફથી વોલ્વો-એ.સી. સર્વિસોમાં મુસાફરોમાં ક્રમશઃ વધારો મળવા પામતા રાજ્યની મુસાફર જનતાની મુસાફર જનતાની  સગવડતામાં વધારો થાય તે હેતુથી ફેઝ-૩માં હવે તા.૨૫થી વધારાના ૪૦ વાહનો વિવિધ રૂટો ઉપર વોલ્વો-એસી શરૂ કરવામાં આવનાર છે.

જેમાં ૧૫ વોલ્વો સીટર વાહનોમાં નહેરૂનગર-નવસારી, નહેરૂનગર-સુરત, અમદાવાદ-રાજકોટ, સુરત-ભુજ,  રાજકોટ-વડોદરા અને ગાંધીનગર-સુરત રૂટ પર સંચાલન થશે.

૧૩-એસી સીટર વાહનોમાં અમદાવાદ-ડીસા, અમદાવાદ-દાહોદ, અમદાવાદ-મોરબી, અમદાવાદ- પાલીતાણા, રાજકોટ-ઉના, અમદાવાદ-મોડાસા, કૃષ્ણનગર-દિવ  અને સીરત-વલસાડ રૂટો પર સંચાલન થશે તથા ૬-એસી સ્લીપર  વાહનોમાં નહેરૂનગર-વાપી, રાજકોટ-સુરત, સુરત-પાટણ, ભૂજ-સાવરકુંડલા, સુરત-ડીસા અને વડોદરા-દિવ રૂટ પર સંચાલન થશે.

આમ ફેઝ-૩માં કુલ ૪૦ વોલ્વો- એસી વાહનો તા.૨૫થી રૂટો શરૂ કરવામાં આવનાર છે.

આમ તા.૨૫-૧૦થી રાજ્યની મુસાફર જનતાને કુલ ૧૨૦ વોલ્વો- એસી વાહનોથી સંચાલન થતા રાજ્યની મુસાફર જનતાની સગવડતામાં વધારો મળવા પામશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here