રાજકોટમાં ઉઘરાણી મામલે વેપારી પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો

0
16
Share
Share

રાજકોટ તા. ર૧

શહેરના મોરબી રોડ પર રહેતા  મેરૂ માધાભાઇ શિયાળ(ઉ.વ.ર૦) નામનો ભરવાડ યુવાન રાત્રીના મોરબી રોડ જકાતનાકા પાસે જય જવાન જય કિસાન મેઇન રોડ પંચરત્ન સોસાયટી શેરી નં.૩ના ખુણે આવેલી પોતાની કનૈયા ડિલકસ નામની પાનની દુકાને હતો તે સમયે લાલપરી નદીના કાંઠે શિવાજી પાર્કમાં રહેતો પિન્ટુ ધીરૂભાઇ મકવાણા અહીં ધસી આવ્યો હતો અને અગાઉ ઉધારી પૈસાની લેતીદેતી બાબતનું મનદુઃખ હોય જેનો ખાર રાખી ઉશ્કેરાઇ યુવાનને ગાળો આપી ધમકી આપી બાદમાં પોતાની પાસે રહેલી છરી વડે ભરવાડ યુવાન મેરૂને ગળાના નીચે છાતીના ભાગે તથા પેટમાં જમણી સાઇડના ભાગે હાથના કાંડા પર છરીના ધા ઝીંકી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

યુવાન પર થયેલા ખુની હુમલા બાદ તે લોહીલુહાણ હાલતમાં અહીં ફસડી પડયો હતો. બાદમાં આરોપી નાસી ગયો હતો. યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાકીદે બનાવ સ્થળે તથા હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.

આ મામલે યુવકના ભાઇ હેમંત માધાભાઇ શિયાળ (ઉ.વ.રપ, રહે. શિવમ પાર્ક, શેરી નં.ર, મોરબી રોડ) દ્વારા બી ડીવીઝન પોલીસ મથકમાં કરવામાં આવેલી ફરીયાદ મુજબ તેઓ ત્રણ ભાઇઓ છે તેમાં સૌથી મોટા તે છે તથા સૌથી નાનો મેરૂ(ઉ.વ.ર૦) છે.,

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here