રાજકોટ,તા.૨૨
રાજકોટ મનપાની ચૂંટણી ગઈકાલે યોજાયા બાદ હવે આજ રોજ મતગણતરી થશે. અને કોને શિરે સતાનો તાજ આવશે તેના પર સૌની મીટ મંડાઈ છે. રવિવારે રાજકોટનું મતદાન ૫૦.૭૫ ટકા નોંધાયું છે જે ગત વર્ષ ની સરખામણી એ લગભગ એકાદ ટકા જેવું ઓછું જોવા મળ્યું હતું વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં ૪૯.૫૩ ટકા મતદાન થયું હતું. જેના પરિણામમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ સીટો મળી હતી અને સતા પર ભાજપ નું શાસન આવ્યું હતું. પરંતુ આ વર્ષે મનપાની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ હોઈ આપ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. આજે ૫ વર્ષની મહાનગરપાલિકાની સીટ પરનું ભવિષ્ય કોના હાથમાં જશે તે નક્કી કરવામાં આવશે. અને આવતીકાલે શહેરના જુદા-જુદા ૬ સ્થળોએ મતગણતરી કરવામાં આવશે. જેમાં ૬ સ્થળોએ ૧૧ થી ૧૪ રાઉન્ડમાં ૯૮૨ લોકોનો ચૂંટણી સ્ટાફ મતગણતરી કરશે. મનપાની તમામ ૭૨ બેઠકનું આવતીકાલે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
શહેરના ૬ સ્થળોએ મતગણતરી થશે
વોર્ડ-૧થી ૩- વીરબાઈ મહિલા કોલેજ- ૧૨ રાઉન્ડ
વોર્ડ-૪થી ૬- એ.એસ.ચૌધરી ઇસ્કુલ- ૧૨ રાઉન્ડ
વોર્ડ-૭થી ૯- એસ.વી.વિરાણી હાઇસ્કુલ- ૧૨ રાઉન્ડ
વોર્ડ-૧૦થી ૧૨- એવીપીટીઆઈ- ૧૨ રાઉન્ડ
૧૭૦નો સ્ટાફ- વોર્ડ-૧૩થી ૧૫
પી.ડી.માલવીયા કોલેજ- ૧૧ રાઉન્ડ
વોર્ડ-૧૬થી ૧૮- રણછોડદાસજી કોમ્યુનિટી- ૧૪ રાઉન્ડ