રાજકોટ તા. ૩૦
રાજકોટ શહેરમાં આવતી-જતી તમામ એસટી બસોનું સંપૂર્ણ સંચાલન આવતીકાલથી ઢેબર રોડ બસ પોર્ટ પરથી થશે. શાસ્ત્રી મેદાન એસટી બસ સ્ટેશનનો આજે છેલ્લો દિવસ છે. આજે રાત્રે ૧૨ વાગ્યાથી બસ સેવાના તમામ રૂટનું સંચાલન બસ પોર્ટથી શરૂ થઇ જશે. રાજકોટ એસટી બસ પોર્ટના સિનિયર ડેપો મેનેજર નિશાંત વરમોરાએે જણાવ્યું હતું કે મોટાભાગના રૂટ ગઇકાલથી જ બસ પોર્ટ ખાતે સ્થળાંતરિત કરી દેવાયા હતાં, બાકી રહેતા અન્ય રૂટ આજે રાત્રી સુધીમાં સ્થળાંતરિત કરી દેવાશે. કઇ બસ કયા પ્લેટફોર્મ પરથી ઉપડશે તેની પણ મુસાફર જનતાને જાણ કરી દેવાઇ છે.
કઇ બસ કયા પ્લેટફોર્મ પરથી ઉપડશે
પ્લેટફોર્મ નં. રૂટની વિગત
૧ પ્રીમીયમ સર્વિસ (એ.સી./વોલ્વો)
૨ પ્રીમીયમ સર્વિસ (એ.સી./વોલ્વો)
૩ અમદાવાદ, ગાંધીનગર, મોડાસા, હિંમતનગર,
મહેસાણા, ઉંઝા, સિધ્ધપુર, પાલનપુર, ડીસા, થરાદ, પ્રાંતીજ, પાટણ, ઇડર, ખેડબ્રહ્મા, અંબાજી, શામળાજી, ઉદયપુર, રાજસ્થાન.
૪ અમદાવાદ, ગાંધીનગર, મોડાસા, હિંમતનગર,
મહેસાણા, ઉંઝા, સિધ્ધપુર, પાલનપુર, ડીસા, થરાદ, પ્રાંતીજ, પાટણ, ઇડર, ખેડબ્રહ્મા, અંબાજી, શામળાજી, ઉદયપુર, રાજસ્થાન.
૫ લીંબડી, ખેડા, નડીયાદ, આણંદ, બરોડા,
રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી,
ચીખલી, બીલીમોરા, વલસાડ, વાપી, ધરમપુર,
સાપુતારા, નાસીક, શીરડી, મહારાષ્ટ્ર.
૬ લીંબડી, ખેડા, નડીયાદ, આણંદ, બરોડા,
રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી,
ચીખલી, બીલીમોરા, વલસાડ, વાપી, ધરમપુર,
સાપુતારા, નાસીક, શીરડી, મહારાષ્ટ્ર.
૭ ચોટીલા, મુળી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, માંડલ,
રાધનપુર, દિયોદર.
૮ મોરબી, ભચાઉ, ગાંધીધામ, ભુજ, માંડવી, નખત્રાણા, રાપર, નલીયા, મુન્દ્રા, જખૌં (સોલ્ટ).
૯ મોરબી, મિતાણા, ટંકારા, આમરણ, અજીતગઢ,
હળવદ, ભચાઉ, ગાંધીધામ, ભુજ, રાપર.
પ્લેટફોર્મ નં. રૂટની વિગત
૧૦ કુવાડવા, વાંકાનેર, માટેલ
૧૧ પડધરી, ધ્રોલ, જામનગર, ખંભાળીયા, દ્વારકા,
ઓખા
૧૨ પડધરી ધ્રોલ, જામનગર, ઉંડખીજડીયા, રાદડ,
ખાખરાબેલા, છેલ્લી ઘોડી, જાબીડા
૧૩ નિકાવા, કાલાવડ, વજીરખાખરીયા, જામજોધપુર,
બામણગામ, સમાણા, હકુમતી સરવાણીયા, દોમડા, ધુડશીયા, રણુજા
૧૪ જસદણ, ભાવનગર, વીંછિયા, બાબરા, પાલીતાણા, ઢસા, આટકોટ, ગારીયાધાર, સોનગઢ, સિહોર, બોટાદ, સાળંગપુર
૧૫ અમરેલી, સાવરકુંડલા, મહુવા, જાફરાબાદ, રાજુલા
૧૬ બગસરા, કુંકાવાવ, ધારી, દેરડી (કું), અમરેલી
૧૭ લોધીકા, ખરેડી, મોરીદડ, દાણીધાર, કોટડા (સાં), ચાંદલી
૧૮ જુનાગઢ, કેશોદ, વેરાવળ, કોડીનાર, ઉના,
સોમનાથ, દિવ
૧૯ જુનાગઢ, કેશોદ, વેરાવળ, કોડીનાર, ઉના,
સોમનાથ, દિવ
૨૦ ગોંડલ, વિરપુર, જેતપુર, ધોરાજી, ઉપલેટા, પોરબંદર
૨૧ ધોળકા, ડાકોર, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, કવાંટ, ગાંગરડી, ઝરીખરેલી, પંચમહાલ, મધ્યપ્રદેશ
૨૨ ધોળકા, ડાકોર, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, કવાંટ, ગાંગરડી, ઝરીખરેલી, પંચમહાલ, મધ્યપ્રદેશ