રાજકોટમાંથી રૂા.૩૬ લાખની રદ્દ થયેલ નોટો સાથે ૩ ઝડપાયા

0
19
Share
Share

આજીડેમ-ગોંડલ રોડ માર્ગ પરથી પેટ્રોલીંગ સમયે ગુન્હા શોધક શાખાની ટીમની કામગીરી

રાજકોટ, તા.૨૬

શહેરનાં આજીડેમ-ગોંડલ રોડ તરફના માર્ગ પર શહેર ગુન્હા શોધક શાખાની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે રામપાર્કના ખૂણા પરથી કેન્દ્ર સરકાર દ્વારા ચારેક વર્ષ પહેલા રદ કરાયેલ ચલણી નોટોનાં રૂા.૫૦૦ નાં દરની કુલ રૂા.૩૨ લાખની નોટો સાથે રાજકોટ જીલ્લાનાં ધોરાજીનાં એક શખ્સ તેમજ જીલ્લાનાં જસદણ તાલુકાના મઢડા ગામના યુવાન સહિત કુલ ૩ યુવાનોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

શહેર પોલીસનાં ઉચ્ચ અમલદારો દ્વારા તમામ પોલીસ મથકના સ્ટાફને શહેરમાં ચાલતી ગેરકાયદેસર-અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા આપેલ સુચનોના આધારે ગુન્હા શોધક શાખાનાં ઈન્સ્પેકટર વી.કે.ગઢવીના માર્ગદર્શનમાં પેટ્રોલીંગ દરમ્યાન ડી.સી.બી.નાં સ્ટાફે રામપાર્ક નજીકથી શંકાસ્પદ હાલતમાં ત્રણ શખ્સોને ઝડપી લઈ તેમની તલાશી લેતા તેમના કબ્જામાંથી સરકાર દ્વારા રદ્‌ જાહેર કરાયેલ રૂા.૫૦૦ ના દરની નોટોનાં બંડલ મળી આવેલ. જેની મૂળ કિંમત રૂા.૩૨ લાખ (હાલ કોઈ મૂલ્ય નથી) ઉપરાંત મોટર સાયકલ એક (હિરો હોન્ડા સ્પ્લેન્ડર) કિંમત રૂા.૨૫ હજાર સાથે ત્રણે શખ્સો મેહુલ ઉર્ફે મૌલિક (ધોરાજી), હરેશ ચાવડા (મઢડા-જસદણ) ત્થા દિલીપ ચાવડા (મઢડા જસદણ)ની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગુન્હા શોધક શાખાની ટૂકડીએ ઝડપી પાડેલ ત્રણે શખ્સોમાં મેહુલ ઉર્ફે મૌલિક લાલજીભાઈ બાબરીયા (૩૧) મૂળ ધોરાજી હાલ રાજકોટનાં વાવડી હાઈટસ ફલેટ નં.૨૦૧, હરેશ જેસંગભાઈ ચાવડા (૪૩) રામપાર્ક શેરી નં.૩ ખાતે ભાડેથી રહેતા મૂળ જસદણ તાલુકાનાં મઢડાના વતની તેમજ દિલીપ બાધાભાઈ ચાવડા (૩૦) રામપાર્ક શેરી નં.૩ ખાતે ભાડે રહેતા (મુળ મઢડા-જસદણ) શખ્સની એક મોટર સાયકલ સાથે સબ ઈન્સ્પેકટર એચ.બી.ધાંધલ્યા તેમજ મદદનીશો રઘુવીરસિંહ વાળા, સિઘ્ધરાજસિંહ, શકિતસિંહ અને અશોકભાઈ વિગેરે મદદમાં જોડાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here