રાજકોટની ૨૨ તથા જીલ્લાની પાંચ હોસ્પિટલનાં ૭૬૧ બેડ હસ્તગત કરતી સરકાર

0
47
Share
Share

રાજકોટ, તા.૩

કોરોનાવાયરસની દિન-પ્રતિદિન વધુને વધુ ગંભીર બનતી જતી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે રાજકોટ શહેરની ૨૨ અને જિલ્લાની પાંચ મળીને કુલ ૨૭ ખાનગી હોસ્પિટલોના ૭૬૧ બેડ હસ્તગત કરવાનો નિર્ણય સરકારે લીધો છે.

ગુજરાત એપેડેમિક ડીસીઝ એકટ, ગુજરાત એકેડેમી ડીસીઝ કોવિડ રેગ્યુલેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અંતર્ગત ખાનગી હોસ્પિટલના બેડની કુલ સંખ્યાના ૫૦% બેડ હસ્તગત કરવામાં આવ્યા છે.

ગોંડલમાં શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલના ૫૦,ક્રિષ્ના હોસ્પિટલના ૩૭,શ્રીજી હોસ્પિટલના ૧૫,ધોરાજીની તેલી હોસ્પિટલના ૩૦ ,જેતપુરની સંજીવની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના ૧૮ બેડ કોરોના દર્દીઓની સારવાર માટે સરકારે હસ્તગત કર્યા છે.

આ ઉપરાંત રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલના ૩૨, ઓલમ્પસના ૨૩, વોકહાર્ડના ૮૦, સ્ટલગના ૬૫, એચ.જે દોશી હોસ્પિટલના ૬૦, જલારામ હોસ્પિટલના ૫૦, શાંતિ હોસ્પિટલના અઢાર, ગિરિરાજના ૩૧, સિનજીર્ના ૪૩, સદભાવનાના ૨૨,પ્રગતિના ૧૧, લોટસના ૧૩, કુંદનના ૧૫, જીનેશીસના ૨૧, વેદાંતના ૧૬, આશીર્વાદના ૧૮, વાત્સલ્યના ૧૧, વિરલના ૧૩, શિવના ૧૦, સારથીના ૧૧ આસ્થાના ૧૦ અને સોની બજારમાં આવેલી દશાશ્રીમાળી હોસ્પિટલના ૩૮ બેડનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણય બાદ રાજકોટ શહેરમાં કોરોના દર્દીઓ માટે ના બેડની સંખ્યામાં ૬૧૧ નો અને જિલ્લામાં ૧૫૦નો મળી કુલ ૭૬૧ બેડનો વધારો થાય છે. અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડયાના જણાવ્યા મુજબ બેડ ની ફાળવણી બાદ દરેક હોસ્પિટલ પોતાની રીતે વ્યવસ્થા કરશે અને તેમાં થોડો સમય પસાર થશે એકાદ સાહમાં આ તમામ હોસ્પિટલોમાં કોરાના દર્દીઓની સારવાર શ થઈ જશે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here