રાજકોટની સીવીલ હોસ્પિટલ-રોગી કલ્યાણ સમિતિના કાઉન્સેલર તરીકે જયંતભાઇ ઠાકરની પૂનઃવરણી

0
20
Share
Share

પોતાના પહેલા કાર્યકાળ દરમ્યાન સતત સક્રિયતા, કોરોના કાળમાં પણ દર્દીઓને મદદરૂપ જેવી કામગીરીને ધ્યાને લઇ રાજય સરકારે ફરી ઠાકર પર પસંદગીનો કળશ ઢળ્યો : ઠેર-ઠેરથી શુભેચ્છાવર્ષા

રાજકોટ તા. ૧ર

પીડીયુ સીવીલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ રાજકોટ સક્રિય કાઉન્સેલર જયંત ઠાકરની સીવીલ હોસ્પીટલ રોગી કલ્યાણ સમીતીના કાઉન્સેલર તરીકે પુનઃ વરણી કરેલ છે. ત્યારે જયંતભાઇ ઠાકરે પોતાના પ્રથમ કાર્યકાળમાં હોસ્પીટલને લગતા પ્રશ્નો અને ખાસ કરીને દર્દીઓને સારવારને લગતા પ્રશ્નો પરત્વે સતત સક્રિયતા દાખવી કોરોના કાળમાં દર્દીઓને મદદરૂપ થા માટે ર૪ કલાક ઓનકોલ પર રહી હોસ્પિટલ સતાવાળા સાથે સંકલન કરવુ હોસ્પીટલમાં વડીલો માટે કેસબારી પર અગવડતા ન પડે તે માટે બાંકડા મુકાવવા હોસ્પીટલના જરુરીયાત હોય તેવા ઇન્સ્ટ્રુમેન્ટો તેમજ સીવીલ હોસ્પીટલમાં ફુલટાઇમ ન્યુરોસજર્ન માટે હોસ્પીટલ તંત્રને રજુઆતો કરવી. જેવી કામગીરીને ધ્યાનમાં લઇ રાજયના મુખ્યમંત્રી વીજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકારે ફરી આગામી ત્રણ વર્ષ માટે પીડીયુ સીવીલ હોસ્પીટલના કાઉન્સેલર તરીકે જયંતભાઇ ઠાકરની વરણી કરેલ છે. ત્યારે જયંતભાઇ ઠાકરની આ પુનઃ નિયુકિતને ભાજપ અગ્રણીઓએ, શુભેચ્છકોએ આવકારી તેમને અભિનંદન પાઠવ્યા છે. આ તકે જયંતભાઇ ઠાકરે જણાવેલ કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા રાજકોટની પીડીયુ સીવીલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓને કોઇ અગવડ ન પડે તે માટે અત્યઆધુનિક સાધનો અને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રભરની જનતા માટે આશિર્વાદસમી આ પીડીયુ સીવીલ હોસ્પીટલમાં દર્દીઓની કોઇપણ સમસ્યા પ્રત્યે સજાગ રહી દર્દીઓના પ્રશ્નોને વાચા આપવા કટીબધ્ધ રહીશ. ત્યારે પીડીયુ સીવીલ હોસ્પીટલ રોગી કલ્યાણ સમિતિના કાઉન્સેલર તરીકે પોતાની પુનઃ વરણીને યથાર્થ ઠેરવવાનો કોલ આપી જયંતભાઇ ઠાકરે અંતમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી સહિતના અગ્રણીઓનો આભાર વ્યકત કરેલ હતો. ત્યારે જયંતભાઇ ઠાકરને તેમના મોબાઇલ નં. ૯૮૨૪૮૨૬૭૨૮ ઉપર ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here