રાજકોટની મહિલાને બે દાયકાના લગ્ન જીવનમાં સાસરિયાનાં ત્રાસની ફરિયાદ

0
22
Share
Share

રાજકોટ તા. ર૦

રાજકોટમાં પંચવટી હોલ પાછળ રાજન પાર્કમાં માવતરના ઘરે છેલ્લા આઠ માસથી રહેતી નિશાબેન નામની લોહાણા પરિણીતાએ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા પતિ ગોપાલભાઇ પોપટ, જસદણમાં રહેતા સસરા હરેશભાઇ ધીરજલાલ પોપટ અને સાસુ હર્ષાબેન સામે મહિલા પોલીસ મથકમાં શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી છે.

પરિણીતાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૧૧-૧ર-ર૦૦૧ના તેણીના લગ્ન જસદણમાં રહેતા ગોપાલ પોપટ સાથે થયા હતા. છ વર્ષ સંયુકત કુટુંબમાં જસદણમાં રહ્યા બાદ ૧ર વર્ષથી અમદાવાદ સ્થાયી થયા હતા. લગ્ન જીવન થકી સંતાનમાં ૧૬ વર્ષનો પુત્ર ઓમ અને ૧૩ વર્ષની પુત્રી દિપ્તી છે. પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યું છે કે લગ્નના ત્રીજા જ દિવસથી નાની નાની વાતમાં સાસરીયાઓ ઝઘડા કરી ગાળો આપી મારકુટ કરતા હતા અને તું હાલતી થા મારે તારી જરૂર નથી તેવા મેણાટોણા મારતા હતા. પતિ દારૂ પીવાની કુટેવ ધરાવતો હોય તેને દારૂ પીવાની ના કહેતા તે માથાના વાળ પકડી માર મારી કામવાળી જેવું વર્તન કરતો હતો.

પરિણીતાએ પોતાની ફરીયાદમાં વધુમાં જણાવ્યું છે કે તેણીને સાઇટીકા, થાઇરોડ, ઘુંટણનો દુખાવો અને ગાયનેકની સમસ્યા હોવા છતાં ઘરમાં ખુબ જ મહેમાનો આવતા અને તેણી પાસે કામવાળીની જેમ કામ કરાવતા હતા. સાસરીયાઓના સિતમથી કંટાળી આઠ માસ પૂર્વે પરિણીતાએ માવતરે ચાલ્યા ગયા બાદ સાસુ-સસરા પાસે પતિએ તાળા તોડાવી જસદણમાં રહેલો સામાન લઇ ગયા હતા બાદમાં પરિણીતાને ફોન કરી તું જસદણથી રૂમ ખાલી કરી દે તેવું કહ્યું હતું જેથી પરિણીતાનો ભાઇ બેનનો સામાન લેવા જસદણ જતા સસરાએ તેને પણ ગાળો ભાંડી હતી. આઠ માસ બાદ પણ સાસરીયાઓએ સમાધાનનું કોઇ પ્રયાસ ન કરતા અંતે પરિણીતાએ આ ફરીયાદ નોંધાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here