રાજકોટની ભાગોળે વાડીમાં કામ કરતા વીજશોકથી બે પ્રૌઢનાં મોત

0
10
Share
Share

રાજકોટ તા.૨૯

કોઠારીયામાં રહેતા અને ત્યાં જ ખેતીકામ કરતા આધેડ અને તેના એક મજુર ખેતીકામ કરતા હતા ત્યારે ઇલેકટ્રીક શોર્ટ લાગતા બંને આધેડના મોત નિપજતા કરૂણાંતિ સજરઇ છે. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.

આ અંગેની પોલીસમાંથી  પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા ગામે રહેતા દેશળભાઇ દેવાભાઇ ડોડીયા (ઉ.વ.૪પ) અને તેમના મજુર છગનભાઇ વેસ્તાભાઇ બામણીયા (ઉ.વ.૪૬) બંનેને વાડીએ ઇલેકટ્રીક શોક લાગતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે બંને આધેડને મૃત જાહેર કરતા આક્રંદ છવાયો હતો.

ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક દેશળભાઇ વાડીના માલિક હોય અને છગનભાઇ ત્યાં કામ કરતા હોય ત્યારે બંને ગતરાત્રે વાડીએ પાણી વારવા ગયા બાદ વહેલી સવારે લાઇટ જતી રહેતા બંને ચેક કરવા જતા કોઇ કારણોસર વીજશોક લાગતા દેશળભાઇ અને છગનભાઇ બંને ઢળી પડયા હતા. બંનેને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. એક સાથે બે આધેડના વીજશોકથી મોત નિપજતાં પરિવારમાં કરૂણાંતિકા સર્જા ઇ છે. કુવાડવા પોલીસ મથકના સ્ટાફે ઘટનાની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક દેશભાઇ ડોડીયાને એક સંતાન અને પોતે ૨ ભાઇ એક બહેનમાં વચેટ હોવાનું જયારે છગનભાઇને ૩ પુત્ર અને ૩ પુત્રી અને પોતે પાંચભાઇ એક બહેનમાં નાના હોવાનું જાણવા મળ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here