રાજકોટની ભાગોળે ટ્રકમાં રૂની ગાંસડીની આડમાં છુપાવેલો વિદેશી દારૂ-બિયરનો જથ્થા સાથે બે ઝડપાયા

0
26
Share
Share

રાજકોટ, તા.૨૪

શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી એસ.ઓ.જીની ટીમે ટ્રકમાં રૂની ગાસડીમાં છુપાવી રાખેલો ૧૦૮ બોટલ દારૂ તેમજ  ૪૮ બિયરના ટીન ઝડપી લીધા હતા.પોલીસે દારૂ બિયરના જથ્થા સાથે ટ્રકચાલક સહિત બેને પકડી પડ્યા હતા. મહારાષ્ટ્રથી ટ્રકમાં દારૂનો આ જથ્થો મંગાવ્યો હતો.

દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, એસ.ઓ.જી પી આઈ આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના પો.હેડ કોન્સ ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિશન ભાઇ આહીર, ભાનુભાઇ મિયાત્રા, અજય કુમાર શુક્લા નાઈટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસ કોન્સ. હીતેષભાઇ રબારી, નિખીલભાઇ પીરોજીયાને મળેલી હક્કિત આધારે ગ્રીનલેન્ડ ચોકડી મણીનગર શેરી નં. ૮ ના ખુણા પાસેથી ટ્રકમાં રૂની ગાસડીમાં છુપાવી રાખેલ ૧૦૮ બોટલ દારૂ તેમજ ૪૮ બિયરના ટીન ઝડપી લીધા હતા.

પોલીસે દારૂ બિયરના જથ્થા સાથે ટ્રકચાલક જયપાલસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ. ૨૬ રહે. શીવનગર શેરી નં. ૪ શીવ ડેરીની બાજુમા ગ્રીનલેન્ડ ચોકડી નજીક રાજકોટ) દિપેશ ઉર્ફે લાલો ગીરીશભાઇ ઓડીશ (ઉ.વ. ૨૨ રહે. અમૃતા સોસાયટી શેરી નં. ૪ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાજકોટ) ને ઝડપી લીધા હતા.પોલીસે તેની પાસેથી દારૂનો જથ્થો ટ્રક તેમજ એક્ટિવા સહિત કુલ રૂ.૧૧,૧૨,૨૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી જયપાલસિંહ ટ્રકચાલક છે. તે મહારાષ્ટ્રથી દારૂ બિયરનો આ જથ્થો લાવ્યો હતો.દીપેશ ઉર્ફે લાલાએ દારૂ મંગાવ્યો હતો.જયપાલસિંહએ એક પેટી દીઠ રૂપિયા ૧૨૦૦ કમિશન નક્કી કર્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here