રાજકોટના મંત્ર હરખાણીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અપાયો

0
29
Share
Share

મનો-દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ

રાજકોટ, તા.૨

રાજકોટની જીનિયસ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલનાં પ્રતિભાવંત ખેલાડી મંત્ર હરખાણીએ થોડા સમય પહેલા અબુધાબી ખાતે યોજાયેલ’વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૧૯’ – સ્પેશ્યલ ઓલિમ્પિક્સમાં સ્વિમીંગ પ્રતિયોગીતામાં ૦૨ ગોલ્ડ મેડલ હાંસલ કરનાર ભારતનો સૌથી યુવા એથલીટ તરીકે ભારતનું અને ગુજરાતનું નામ રોશન કર્યું હતુ અને આ સફળતા બદલ ગત વર્ષે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, ગુજરાતના  ગવર્નર દેવવ્રત આચાર્ય અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે મંત્રનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ બદલ તાજેતરમાં પ્રજાસતાક દિવસના ઉપલક્ષમાં મંત્ર હરખાણીને ભારતના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રિય બાળ પુરસ્કાર-૨૦૨૧ એનાયત કરવામાં આવ્યો જે જીનિયસ પરિવાર માટે ઉપરાંત રાજકોટ અને સમગ્ર ગુજરાત રાજય માટે  ગૌરવની વાત છે.

રાજકોટના મંત્ર હરખાણીની સિદ્ધિ પણ કઈક એવીજ ખાસ છે. મંત્ર એ તેમના પિતા જીતેન્દ્રભાઈ હરખાણી અને તેમના માતા શ્રીમતી બિજલ હરખાણીની પ્રેરણાથી ફ્કત ૦૬ વર્ષની ઉંમરમાં જ સ્વિમીંગ શીખવાનુ શરુ કર્યુ હતુ. મંત્રના તરવાના આ શોખને શિસ્તબદ્ધ તાલિમ આપી હરિફાઈઓમાં ભાગ લેવા માટે સખત પરિશ્રમ અને મહેનત દ્વારા કેળવવામાં આવ્યો.

જીનિયસ પરિવારના સુપર કિડ મંત્ર જીતેન્દ્રભાઈ હરખાણીને તેમની ઝળહળતી સિધ્ધિ બદલ જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન ડી.વી.મહેતા, સી.ઈ.ઓ ડિમ્પલબેન મહેતા અને સમગ્ર જીનિયસ પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here