રાજકોટના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર : પી.આઈ. અને પી.એસ.આઈ.ની સામુહિક બદલી

0
34
Share
Share

રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ્પેકટર એમ.એન.રાણા, વી.એચ.જોષી અને શહેર-ગ્રામ્યના ૪ ફોજદાર બદલાયા

રાજકોટ, તા.૧૨

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમના પગલે લાંબા સમયથી એક શહેર અને જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેકટર અને પી.એસ.આઈ.ની સામુહિક બદલીના રાજ્યના પોલીસ વડા દ્વારા હુકમ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ ગ્રામ્યના એમ.એન.રાણા, વી.એચ.જોષી અને શહેર અને ગ્રામ્યના ૪ ફોજદારોનો સમાવેશ થાય છે.

વધુ વિગત મુજબ રાજ્યના પોલીસ વડા દ્વારા આજે સવારે ૬૦ જેટલા પોલીસ ઈન્સ્પેકટરોની બદલીના હુકમો કર્યા છે જેમાં રાજકોટ ગ્રામ્યના એમ.એન.રાણાને ગાંધીધામ ખાતે જસદણના વી.એચ.જોષીને સીઆઈડી ક્રાઈમમાં, જુનાગઢ પી.ટી.એસ.ના એચ.વી.જાડેજાને પશ્ચિમ રેલ્વેમાં, ભાવનગરના એસ.વી.ચૌધરીને પશ્ચિમ રેલ્વેમાં, દેવભૂમી દ્વારકાના એસ.પી.ડાંગરને પી.ટી.એસ. વડોદરા, સુરેન્દ્રનગર એલસીબીના પી.આઈ. ડી.એમ.ઢોલને વલસાડ, ભાવનગરના એસ.બી.સીસોદીયાને પોરબંદર, સીઆઈડી ક્રાઈમને વી.એચ.જાડેજાને વલસાડ, જુનાગઢ પી.ટી.એસ.ના વી.એસ.પટેલને મોરબી, સુરેન્દ્રનગર ડી.કે.પટેલને મહેસાણા અને જુનાગઢના સી.એમ.ગમારને સાબરકાંઠા બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

જ્યારે મોડી સાંજે ૭૭ જેટલા પી.એસ.આઈ.ની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં ગીરસોમનાથના માળી સુખીબેનને અરવલ્લી, પોરબંદરના નોયડા રોશનબેનને દેવભૂમી દ્વારકા, ભાવનગરના મકવાણા મનીષ ડી.ને દેવભૂમી દ્વારકા અમરેલીના પરમાર વિજયભાઈ ગાંધીધામ ખાતે જામનગર સરવૈયા પ્રાણસિંહને સુરત ગ્રામ્ય રાજકોટ શહેરના ડામોર મહેન્દ્રસિંહ ફતેસિંહને ડામોર, બનાસકાંઠાના જાડેજાના બટુકસિંહને ભુજ, ભાવનગરના રાહુલ વાઢેરને જામનગર વડોદરાના ગ્રામ્યના જાડેજા ભુપતસિંહ મોરબી, સુરેન્દ્રનગરના ઠાકોર એમ.એમ.ને અમદાવાદ શહેર, રાજકોટ શહેરના શૈલેષ પટેલના અમદાવાદ શહેર, અમદાવાદ શહેરના પરમાર જયેન્દ્રસિંહને રાજકોટ શહેર, જામનગરના અશ્વિનકુમાર વાળાને જુનાગઢ, જામનગરના અનિલકુમાર મુળીયાણાને ગાંધીનગર, ભુજથી ઝાલા યોગરાજસિંહ અનિરૂઘ્ધસિંહને બોટાદ, ભાવનગરથી સીસોદીયા જીલુભા હીરાભાને રાજકોટ ગ્રામ્ય, ગીરસોમનાથના સાદુર્લભાઈ ભુવાને નવસારી રાજકોટ ગ્રામ્યના રામભાઈ કોડીયાતરને અમદાવાદ શહેર, ભાવનગરના પરમાર જયશ્રીબેનને આણંદ, મોરબીના ગોંડલીયા વિશાખાને રાજકોટ ગ્રામ્ય, વડોદરાના તુષાર પંડયાને રાજકોટ શહેરમાં, વડોદરા ગ્રામ્યના ગોઢાણીયા અરજનભાઈને દેવભૂમી દ્વારકા, અમરેલીના જાદેવખાન પઠાણને અમદાવાદ શહેર, જુનાગઢના મોહનભાઈ બાલસને પોરબંદર, રાજકોટ ગ્રામ્યના રાજેન્દ્રકુમાર ચૌહાણને ગાંધીનગર આઈ.બી.માં, જામનગરના ચારણ આશાબેનને ગાંધીનગર આઈ.બી.માં, અમદાવાદ શહેરના સંજયકુમાર ગરચરને દેવભૂમી દ્વારકા, સુરત શહેરના રાકેશ મારૂને ગીરસોમનાથ, અમદાવાદ શહેરને પ્રેમજીભાઈને ગીરસોમનાથ, સુરેન્દ્રનગરના તૃષા બુડાસણા, રાજકોટ શહેરમાં અમરેલીના જાડેજા ગીરીરાજસિંહને ગાંધીધામ ખાતે અને અમદાવાદ ગ્રામ્યના જાડેજા ક્રિપાલસિંહને રાજકોટ ગ્રામ્યમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here