રાજકોટના ગોંડલમાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ વરસાદ

0
10
Share
Share

રાજકોટ,તા.૨૪

રાજ્યમાં ચોમાસાને સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે હજુ પણ મેઘમહેર જારી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં ૨.૭૨ ઈંચ પડ્યો છે. જો કે રાજ્યના અન્ય જિલ્લામાં વધુમાં વધુ ૧૫ મિમિ વરસાદ પડ્યો છે. રાજ્યના ૧૧ જિલ્લાના ૩૫ તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. રાજ્યના ૧૯ તાલુકામાં ૫ મિમિથી ૧૫ મિમિ સુધી વરસાદ પડ્યો છે.

જેમાં ઝાલોદમાં ૧૫ મિમિ, કડાણામાં ૧૩ મિમિ, જ્યારે ગરબાડા, કાલાવડ, લાલપુર અને ખેડબ્રહ્મામાં ૧૦-૧૦ મિમિ, સંતરામપુરમાં ૮ મિમિ, ઉપરાંત ગીર ગઢડા, ભેંસણ, માળીયા અને રાણાવાવમાં ૭ મિમિ, ધ્રોલ અને જામજોધપુરમાં ૬ મિમિ, આ સિવાય ખાંભા, સંજેલી, જોડિયા, મેંદરડા અને ચોટીલામાં ૫ મિમિ વરસાદ પડ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here