દિવસભર ચાલુ રહેતું કાર્યાલય સવારે સાંજે બે કલાક જ ખુલું રહેતું જોવા મળ્યું !
રાજકોટ તા. ૧૭
રાજકોટ શહેરના વોર્ડ નં. ૯નું સતત ધમધમતું ભાજપનું કાર્યાલય બે હોદેદારો બાખડતા શાંત જોવા મળ્યું છે. મહાપાલિકાની ચુંટણી માથે છે ત્યારે જ આવી ઘટનાથી ભાજપ અગ્રણીઓ ઝંખવાણા પાડી ગયા છે.
શહેરનાં વોર્ડ નં. ૯માં ભાજપનાં કાર્યાલયમાં બે અગ્રણી હોદેદારો વચ્ચે માથાકુટ થતા તેની અસર સતત ધમધમતા કાર્યાલય પર પડી છે જેને પગલે હાલમાં સવારે અને સાંજે માત્ર બે કલાક માટે જ કાર્યાલય ખુલ્લુ જોવા મળી રહયુ છે મહાપાલિકાની ચુંટણી માથે ઝળુંબી રહી છે ત્યારે જ બનેલી ઘટનાથી વોર્ડના ભાજપના કાર્યકરોમાં બે ભાગ પડી ગયા હોવાનું અને ખેંચતાણ સામે આવી છે. જે બાબત ખુબ જ સુચક છે અલબત શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા આ બાબતને સમાપ્ત કરવા પ્રયત્ન થઇ રહયાનું બિનસતાધાર રીતે જાણવા મળી રહયું છે.