રાજકોટનાં વોર્ડ-૫ના ભાજપનાં મહિલા કોર્પોેરેટર કોંગ્રેસમાં જોડાયા, હાદિર્કનો નગારે ઘા !

0
16
Share
Share

રાજકોટ, તા.૩

રાજકોટમાં આજે હાદિર્ક પટેલે એક મોટુ રાજકિય ઓપરેશન પાર પાડયું છે જેમાં રાજકોટ મહાપાલિકાના પૂર્વ ઝોન હેઠળના વોર્ડ નં.૫ના ભાજપના પાટીદાર કોર્પેારેટર દક્ષાબેન અરવિંદભાઇ ભેસાણિયા આજે સવારે હાદિર્ક પટેલની ઉપસ્થિતિમાં બે ડઝનથી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાઇ ગયા હોવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. રાજકોટ મહાપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડી દીધું છે. મહત્વપૂર્ણ છે કે, વોર્ડ નં.૫એ ભાજપના ધારાસભ્ય કમ કોર્પેારેટર અરવિંદ રૈયાણીનો વોર્ડ છે અને દક્ષાબેન ભેસાણિયા તેમના સાથી કોર્પેારેટર છે.

વિશેષમાં આજે હાદિર્ક પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કરાયેલી જાહેરાત મુજબ વોર્ડ નં.૫ના ભાજપના કોર્પેારેટર દક્ષાબેન અરવિંદભાઇ ભેસાણિયા અને તેમની સાથે તેમના પતિદેવ અને ભાજપ અગ્રણી અરવિંદભાઇ ભેસાણીયા, વોર્ડ નં.૫ના યુવા ભાજપના મહામંત્રી કશ્યપભાઇ ભેસાણીયા, સામાજિક આગેવાન રાજેશભાઇ લીંબાસીયા, સામાજિક આગેવાન ધ્રુવિલભાઇ લુણાગરીયા, ભાજપના આગેવાન હરેશભાઇ ચાવડા, યુવા ભાજપના આગેવાન ગૌતમ પટેલ, એબીવીપીના કોલેજ કેમ્પસ પ્રમુખ રોનક પ્રજાપતિ, એબીવીપીના મંત્રી ઉર્વિશ દવે અને સાગર ભગલાણી, એબીવીપીના શાંતિ નિકેતન કોલેજના મંત્રી નિખિલ રામાણી, એબીવીપીના ઉપપ્રમુખ ઉદય બોરીચા, એબીવીપીના મંત્રી દર્શનભાઇ બોરીચા, આત્મીય યુનિવર્સિટીના એબીવીપીના મંત્રી જયરાજભાઇ માયલા, એબીવીપીના રાજકોટ શહેરના હોદ્દેદારા ગોપાલભાઇ ડાંગર અને પ્રશાંતભાઇ ગેરૈયા સહિતના ૨૦ જેટલા ભાજપ અને એબીવીપીના આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. ભાજપના કોર્પેારેટર ચાલુ ટર્મમાં જ કોંગ્રેસમાં જોડાઇ ગયાની ઘટનાથી રાજકોટ મહાપાલિકા અને ભાજપના વર્તુળોમાં રાજકિય ભૂકપં સજરઇ ગયો છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here