રાજકોટનાં વોર્ડ-૧૬માં ભાજપની પેનલનો વિજય ભાજપનાં રૂસીતાબેન જોષીનો ૧૧ મતે વિજય

0
16
Share
Share

રાજકોટ તા. ર૩

રાજકોટનાં વોર્ડ નં.૧૬માં ભાજપની આખે આખી પેનલ વિજેતા બની છે. જો કે ભાજપનાં રૂચીતાબેન જોષી તેના હરીફ કોંગ્રેસના રસીલાબેન ગેરૈયા સામે માત્ર ૧૧ મતની લીડથી જીત્યા છે. ભાજપનાં રૂચતાબેન જોષીને ૮૬૦૦ મત મળ્યા છે. જયારે કોંગ્રેસના રસીલાબેન ગેરૈયાનો ૮૫૮૯ મતો મળેલ હતા. વોર્ડ નં.૧૬માં ભાજપનાં કંચનબેન સિદ્ધપુરા, નરેન્દ્રભાઈ ડવ, રૂચીતાબેન જોષી અને સુરેશભાઈ વસોયા વિજેતા બન્યા છે. વોર્ડ નં.૧૬માં ભાજપનાં કંચનબેન ૯૫૯૧, નરેન્દ્રભાઈ ડવને ૯૩૩૪, રૂચીતાબેન જોશીને ૮૬૦૦ તથા સુરેશભાઈ વસોયાને ૮૮૮૧ મતો મળેલ હતા. આ ઉપરાંત કોંગ્રેસનાં ઈશાકભાઈ ઠેબા ને ૮૬૩૬, ગાયત્રીબેન ભટ્ટને ૭૯૩૬, રસીલાબેન ગેરૈયાને ૮૫૮૯ તથા વલ્લભભાઈ પરસાણાને ૮૪૭૮ મત મળેલ હતા. આમ વોર્ડ નં.૧૬માં ભાજપએ મેદાન માર્યુ છે અને કોંગ્રેસનાં સુપડા સાફ થઈ ગયા છે. વોર્ડ નં.૧૬માં ભાજપનાં ઉમેદવાર રૂચીતાબેન ને કોંગ્રેસના ઉમેદવાર રસીલાબેન ગેરૈયાએ કાંટે કી ટકકર આપી હતી. જો કે રૂચીતાબેન ૧૧ મતથી જીતી ગયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here